છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા તથા આઠથી વધુ જીલ્લાઓમાં ૧૭ થી વધુ ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓના ગુનાઓને અંજામ આપનાર ચોરને કપડવંજ ટાઉન પોલીસે આજે ઝડપી પાડ્યો હતો.
આગામી લોકસભા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢવાકપડવંજ પોલીસ ઈન્સ્પેકટર જનકસિંહ દેવડાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. તે દરમ્યાન અ.હેકો વનરાજસિંહ શંકરસિંહ તથા પો.કો અતુલકુમાર કનુભાઈને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે પંચમહાલ જીલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા તથા આઠથી વધુ જીલ્લાઓમાં ૧૭ થી વધુ ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓના ગુનાઓને અંજામ આપનાર જોગીંદરસિંહ ચીકલીગર ગેંગના લખનસિંહ કરનારસિંહ ચીકલીગર રહે.ગુરૂદ્વારા પાસે, સ્ટેશન નજીક, મુ.તા. મહેમદાવાદ જી.ખેડા કઠલાલ તરફથી કપડવંજ આવનાર છે. જે બાતમી હકિકત આધારે સર્વેલન્સની ટીમ મહોર નદીના પુલ નજીક કોર્ટ આગળ વોચ તપાસમાં રહેતા સદર ચીકલીગર ગેંગના નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી લેવામાં આવેલ અને આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઈ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી વેજલપુર પોલીસને જાણ કરી આરોપીને કબ્જો સોપવા તજવીજ કરવામાં આવી હતી.
આમ, આઠથી વધુ જીલ્લાઓમાં ૧૭ થી વધુ ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓના ગુનાઓને અંજામ આપનાર ચીકલીગર ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડી કપડવંજ ટાઉન પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપી કરજણ પોલીસ સ્ટેશન (વડોદરા ગ્રામ્ય) માં બે ગુના, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુના, આણંદ ટાઉન પોલીસ સ્ટેશન, બારડોલી પોલીસ સ્ટેશન (સુરત ગ્રામ્ય) ,કઠલાલ પોલીસ સ્ટેશન (ખેડા જીલ્લો) , નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન (ખેડા જીલ્લો),નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન (ખેડા જીલ્લો), નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન (ખેડા જીલ્લો)ભાલેજ પોલીસ સ્ટેશન (આણંદ જીલ્લો,ખંભોળજ પોલીસ સ્ટેશન (આણંદ જીલ્લો),અડાજણ પોલીસ સ્ટેશન (સુરત શહેર), માંડવી પોલીસ સ્ટેશન (સુરત ગ્રામ્ય), મકરપુરા પોલીસ સ્ટેશન, ધોળકા પોલીસ સ્ટેશન (અમદાવાદ ગ્રામ્ય) ,ધોળકા પોલીસ સ્ટેશન (અમદાવાદ ગ્રામ્ય) માં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
કપડવંજ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર જનકસિંહ દેવડાના માર્ગદર્શન હેઠળ અ.હેકો યોગેશકુમાર ઈશ્વરભાઈ, હેમંતકુમાર દશરથભાઈ, વનરાજસિંહ શંકરસિંહ, રોહિતકુમાર અંબાલાલ, રાજેશકુમાર ભવાનસિંહ, અતુલકુમાર કનુભાઇ,દિનેશભાઇ ઉકળભાઇ, હાર્દિકકુમાર ધનજીભાઈ,વિદેશકુમાર પ્રવિણભાઇ પ્રવિણસિંહ રમેશભાઈએ કામગીરી કરી હતી.