Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

ભાજપ રાયબરેલી માટે વરુણને મનાવવામાં વ્યસ્ત

ભાજપ રાયબરેલી માટે વરુણને મનાવવામાં વ્યસ્ત

દેશના રાજકારણમાં આ દિવસોમાં સૌથી મોટો પ્રશ્ન એ ફરી રહ્યો છે કે યુપીની અમેઠી અને રાયબરેલી સીટથી કોંગ્રેસ કોને ઉતારવા જઈ રહી છે? ચર્ચા છે નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત સીટોથી કોંગ્રેસ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને આગળ કરી શકે છે. એક-બે દિવસમાં જાહેરાત થઈ શકે છે. અહીં નામાંકનની છેલ્લી તારીખ ત્રણ મે છે અને પાંચમાં ચરણમાં 20મેના રોજ વોટિંગ છે. બીજી બાજુ, ભાજપ પણ રાયબરેલીમાં આ લડાઈને ગાંધીની સામે ગાંધી કરવાની તૈયારી કરી રહી છે. પાર્ટી પીલીભીતથી નિવર્તમાન ભાજપ સાંસદ વરુણ ગાંધીના નામ પર ગંભીર રીતે વિચારે છે, પણ પાર્ટી સામે સૌથી મોટો પડકાર વરુણ ગાંધીને રાજી કરવા અને તેના પાછલા ટ્રેક રોકર્ડ જોતા શક્ય જોખમોનું કેલક્યુલેશન કરવાનું હશે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષોમાં વરુણને ઘણીવાર બેરોજગારી, ખેડૂત આંદોલનને લઈને ભાજપની નીતિઓ સામે અવાજ ઉઠાવી આલોચના કરી. જેથી ઘણીવાર પાર્ટીએ અસહજ થવું પડ્યું. એ જ કારણે પીલીભીતથી તેની ટિકિટ પણ કપાઈ.

ભાજપના એક વરિષ્ઠ નેતા નામ ન આપવાની શરતે કહે છે કે પાર્ટી વરુણ ગાંધીને મોટી તક આપવા માંગે છે. આ માટે ટોચના નેતાઓએ તેની સાથે ખુલીને વાત કરી છે. તેણે સમય માંગ્યો છે. જોકે શરૂઆતની વાતચીતમાં વરુણે ચહેરાને બદલે મુદ્દા આધારિત રાજકારણની વાત કરી લડવામાં અસમર્થતા બતાવી. અંદાજ એ પણ છે કે પ્રિયંકા સાથે આત્મીય સંબંધ હોવાને કારણે પણ વરુણ ના પાડી રહ્યા છે.

પાર્ટી રાયબરેલી સીટ માટે વરુણ, યોગી મંત્રિમંડળના કેટલાક વરિષ્ઠ સભ્યો અને અયોધ્યા આંદોલનના કેટલાક ફાયરબ્રાન્ડ નેતાઓ જેવા કે ઉમા ભારતી વિનય કટિયારના નામે સર્વે કરાવ્યો છે. સર્વેમાં વરુણની શક્યતા સૌથી મજબૂત બનીને આવી છે. પણ વરણે અલગ-અલગ સ્તરે ટોચના નેતાઓને અહીંથી લડવા અંગે ચોખ્ખી ના પાડી દીધી છે. તેના મુજબ વરુણે ટોપ લીડરશિપથી કહ્યું કે જો પાર્ટી રાયબરેલી માટે 1 વર્ષ પહેલા કહે છે તો તેના માટે સુલ્તાનપુરની જેમ અહીં નિર્ણય લેવો સરળ થઈ જતો. જોકે પાર્ટીને આશા છે કે વરુણ પાર્ટી લીડરશિપને નારાજ નહીં કરે અને તેને મોટી તક તરીકે લેશે.

રાયબરેલીમાં કોંગ્રેસનો માર્ગ પણ સરળ નથી

1952, 1957માં રાયબરેલી સીટનું રાહુલ-પ્રિયંકાના દાદા ફિરોઝ ગાંધી અને 1967, 1971 અને 1980માં દાદી તેમજ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પ્રતિનિધિત્વ કર્યું. 2004 થી 2019 સુધીમાં સોનિયા ગાંધી જીતતા આવ્યા છે. સોનિયા ગાંધીની ચૂંટણી ન લડવાની જાહેરત બાદ જો પ્રિયંકા ઉતરે છે તો u તેની પહેલી ચૂંટણી રહેશે. 2019માં અમેઠી સીટ આ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલને માત આપી હતી. આવામાં કોંગ્રેસ સામે પણ મોટું રિસ્ક છે કે જો બંને નેતા ખરા નહીં ઉતરે તો પાર્ટીમાં ગાંધી પરિવારની વિશ્વસનીયતા ઘટી શકે છે. આ વખતે રાયબરેલીની લડત સરળ નથી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.