ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા અરૂણ રેડ્ડીની ધરપકડ કરી છે. અરૂણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા સેના નેશનલ કોર્ડિનેટર છે અને તેમના ચેરપર્સન સુપ્રિયા શ્રીનેત છે. પોલીસના સૂત્રોના અનુસાર, અરૂણ રેડ્ડીનો રોલ વીડિયો બનાવવા અને તેને વાયરલ કરવાનો છે. જણાવાય રહ્યું છે કે, રેડ્ડીએ મોબાઈલથી પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો. પોલીસે તેમનો ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધો છે.
દિલ્હી પોલીસે અરૂણ રેડ્ડીની ધરપકડ કરી
અરૂણ રેડ્ડીની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે. શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરાશે. દિલ્હી પોલીસ કોર્ટમાં જ અમિત શાહના એડિટેડ વીડિયો મામલે અરૂણ રેડ્ડીના રોલને લઈને ખુલાસો કરશે. સાથે જ તેમની કસ્ટડીની પણ માંગ કરશે.
Delhi Police arrest Arun Reddy, who handles the 'Spirit of Congress' X account, in the Union Home Minister Amit Shah doctored video case: Delhi Police pic.twitter.com/gB5L6Pzcbp
— ANI (@ANI) May 3, 2024
હૈદરાબાદ પોલીસે શુક્રવારે તેલંગાણા કોંગ્રેસ પાર્ટીના પાંચ સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામને 10-10 હજાર રૂપિયાના દંડની સાથે એક સ્થાનિક કોર્ટે જામીન આપ્યા હતા. સાથે જ આગામી આદેશ સુધી તપાસ અધિકારીની સામે રજૂ થવાના આદેશ પણ આપ્યા હતા.