યુટ્યુબર એલ્વિશ યાદવને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોબ્રા કેસ બાદ હવે તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, EDની લખનૌ ઝોનલ ઓફિસ ટૂંક સમયમાં એલ્વિશની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. નોઈડામાં 2 નવેમ્બરે નોંધાયેલા કેસના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
વિવાદોમાં ઘેરાયેલા યુટ્યુબર એલ્વિશ યાદવની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોબ્રા કેસ બાદ તે ફરી એકવાર ચર્ચામાં છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં યુટ્યુબર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઇડી તેની પાસે રહેલી મોંઘી કારોના કાફલા અંગે તપાસ કરી શકે છે.
17 માર્ચે યુટ્યુબરની નોઇડા પોલીસે કોબ્રા કાંડ કેસમાં ધરપકડ કરી હતી ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તે જામીન પર બહાર છે. પરંતુ હવે EDએ તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ મામલે YouTuber દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જેલમાંથી બહાર આવ્યા બાદ એલવિશે પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો. યુટ્યુબર કહે છે કે, કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો?
8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલામાં FIR નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલના નામે 20ml ઝેર મળી આવ્યું હતું.
🙏🏻🙏🏻 pic.twitter.com/13WLDKJzYb
— Elvish Yadav (@ElvishYadav) November 3, 2023
આ મામલો સામે આવ્યા બાદ એલ્વિશે ઈન્સ્ટા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું- હું સવારે જાગી ગયો. મેં મીડિયામાં સમાચાર જોયા કે એલ્વિશ યાદવ ડ્રગ્સના ધંધામાં સામેલ છે. તેની ધરપકડ કરવામાં આવી છે. ચાલો હું તમને મારી વિરુદ્ધ જઈ રહેલી બધી બાબતો કહું. તેઓ નકલી છે અને મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.
એક સામાન્ય છોકરો સ્ટાર કેવી રીતે બન્યો?
એલ્વિશ યાદવે તેની યુટ્યુબ ચેનલ 29 એપ્રિલ 2016 ના રોજ શરૂ કરી જે પ્રખ્યાત યુટ્યુબર આશિષ ચંચલાની અને અમિત ભદાના દ્વારા પ્રેરિત છે. યુટ્યુબ વીડિયો દ્વારા તે લોકોમાં ફેમસ થયો અને લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરવા લાગ્યો. આ પછી તે ‘બિગ બોસ ઓટીટી સીઝન 2’ જીતીને રાતોરાત સ્ટાર બની ગયો. બિગ બોસ પછી તે લોકોમાં એટલો લોકપ્રિય બન્યો કે તે ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો. ફેમ મળતાની સાથે જ એલ્વિશ વિવાદોમાં ફસવા લાગ્યો અને બિગ બોસ પછી તેનું નામ ઘણા વિવાદોમાં આવ્યું છે.