ભારતીય સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના ટૉચના કમાન્ડર બાસિત અહમદ ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. રેડવાની પાઈન વિસ્તારમાં ઠાર કરાયેલા આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. હાલ આતંકવાદીઓના મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.
આતંકવાદીઓ સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર કર્યો
લશ્કરના ઠેકાણા અંગે ગુપ્ત ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા દળની ટીમે રેડવાની પાઈન વિસ્તારમાં સોમવારે તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેનો સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે પોતાના એક્સ હેન્ડર પર લખ્યું છે કે, કુલગામ જિલ્લાના રેડવાની પાઈન વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો આતંકવાદીઓને વળતો જવાબ આપી રહ્યા છે.












