કાશ્મીરની ગાડી વિકાસના પાટે ચડાવવા અને દોડાવવા માટે આપણી સરકાર પ્રયાસો કરવામાં કંઇ બાકી રાખતી નથી દેશની સરકારે કારમીરને મળેલો વિશેષ દરજ્જો ખતમ કર્યો એ પછી કાશ્મીરમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યું છે. જે થયું એના કારણે પાકિસ્તાનના નામના ચીપિયા પછાડતા કારમીટના રાજકારણીઓની દુકાન બંધ થઇ ગઇ છે. હજુયે એ રાજકારણીઓને પાકિસ્તાનનું પેટમાં બળવાનું બંધ નથી થયું. કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદી હુમલાઓ કરવાના સતત પ્રયાસ કરતું રહે છે. આપણી સેના, સુરક્ષા એજન્સીઓ અને ઇન્ટેલિજન્સના કારણે આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવામાં કાવતા નથી અલબત્ત, નાના નાના હુમલાઓ થતાં રહે છે, હજુ હમણાં જ આતંકવાદીઓએ કાશ્મીરના પુંછમાં એરફોર્સના વાહન પર હુમલો કર્યો હતો, આ હુમલામાં એરફોર્સના એક જવાને શહીદી વહોરી હતી. આ લખાય છે ત્યારે પણ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ છે દરેક પડકારોનો સામનો કરીને વહીવટી તંત્ર શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે સજ્જ છે. કાશ્મીરના લોકોમાં પણ લોકશાહીના પવિત્ર પર્વ માટે ઉત્સાહ છે ત્યારે કાશ્મીરના નેતાઓનો ઉત્પાત શમતો નથી! કાશ્મીરમાં લોકસભાની પાંચ બેઠક છે. જમ્મુ શ્રીનગર, ઉધમપુર, બારામુલ્લા અને અનંતનાગ રાજોરીમાંથી બે પર મતદાન થઇ ગયું છે. પાંચ બેઠક માટે પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે. એ વાત જ સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ચેલેન્જ કેવડી મોટી છે. લોકસભાની ચૂંટણી પૂરી થાય એ પછી નજીકના ભવિષ્યમાં જ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજવાની વાત સરકાર અને ચૂંટણી પંચે કરી છે. કાશ્મીરમાં જે થઇ રહ્યું છે એ કાશ્મીરના રાજકારણીઓથી જ સહન થતું નથી સરકાર કંઇક સારી વાત કરે એટલે તેનો ગરાસ લૂંટાઈ જાય છેઃ
આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હમણાં એવું કહ્યું કે, પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પરનો દાવો ભારત ક્યારેય છોડવાનું નથી. પીઓકેને પાછું મેળવવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ. રાજનાથ સિંહ એવું પણ કહ્યું કે હવે થોડા જ સમયમાં કાશ્મીરમાં અફસ્પા એટલે કે આર્મ્ડ કોર્સ સ્પેશિયલ પાવર એક્ટની જરૂર નહીં રહે. રાજનાથસિંહે આવી વાત કરી એમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાને પેટમાં ચૂંક ઉપડી છે. તેમણે કહ્યું કે. સંરક્ષણ પ્રધાન એવું કરે તો ભલે કરે, ભલે આગળ વધે, અમે રોકવાવાળા કોણ છીએ? પછી તેઓ જે બોલ્યા એ વિચિત્ર અને વિવાદાસ્પદ છે તેમણે કહ્યું કે, એટલું યાદ રાખજો કે પાકિસ્તાન પાસે પણ અણુ બોંબ છે, ક્યાંક એ બોંબ આપણા પર જ ન પડે! પાકિસ્તાને બંગડી પહેરી નથી! ફાફ અબ્દુલ્લાના આવા વાક્ય પર તડાપીટ બોલી છે. અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યો કે, કારૂક અબ્દુલ્લા તમે ભારતનો છો કે પાકિસ્તાનના? પાકિસ્તાન પાસે અણુ બોંબ છે તો ભારત પાસે ક્યાં નથી? અણુ બોંબ હોય એટલે શું પાકિસ્તાનથી ડરવાનું? પરમાણુ બોંબનો સૌથી મોટો જથ્થો રશિયા પાસે છે તો પણ યુક્રેન સવા બે વર્ષથી રશિયા સામે લડી રહ્યું છે. યુક્રેન પાસે તો પરમાણુ બોંબ છે પણ નહીં પાકિસ્તાન વિશે આવી વાત કરતા પહેલા તમને કંઇ વિચાર કેમ નથી આવતો? તમે એમ કેમ કહેતા નથી કે, રાજનાથ સિંહની વાત સાચી છે. ભારતે પીઓકે પર વહેલી તકે કબજો મેળવી લેવો જોઇએ. તમને તમારી મત બેંકની ચિંતા છે. આતંકવાદને સમર્થન આપનારા તત્વોને તમે છાવરી રહ્યા છો. તમે સરવાળે તો કાશ્મીરીઓનું જ બૂરું કરી રહ્યા છો કાશ્મીરના બીજા નેતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડાં મહેબૂબા મુક્તી પણ પાકિસ્તાનની ફેવર થાય એવી વાતો કરતા રહે છે. કાઢક અબ્દુલ્લા હોય કે તેનો દીકરો ઉમર અબ્દુલ્લા હોય, મહેબૂબા મુક્તી હોય કે પછી કાશ્મીરના બીજા કોઇ નેતા હોય, દર થોડા દિવસે કોઇ ને કોઇ એવું નિવેદન કરે છે જે સાંભળીને સમજાય જાય કે, પોતાનું રાજકારણ ખતરામાં હોવાથી આ બધા હવાતિયાં મારી રહ્યા છે.
તારીખ પાંચમી ઓગસ્ટ, 2019ના રોજ આપણી સરકારે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દીધી હતી અને જમ્મુ કાશ્મીર તથા લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર દીધા હતા. એ પહેલા આ જ ફાટક અબ્દુલ્લા અને બીજા નેતાઓ એવું કહેતા હતા કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની કોઇની ત્રેવડ નથી. સરકારે એક ઝાટકે 370મી કલમ હટાવીને પોતાની ત્રેવડ બતાવી દીધી. જ્યારે 370મી કલમ હટાવવામાં આવી ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે સંસદ ભવનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યારે હું કાશ્મીરની વાત કરું છું ત્યારે એમાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરનો પણ સમાવેશ થઇ જ જાય છે. ડિસેમ્બર, 2023માં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન ખરડો અને જમ્મુ કાશ્મીર અનામત ખરડાને લોકસભામા પસાર કરવામાં આવ્યો હતો. એ વખતે પણ ગૃહ પ્રધાન અમિત શાહે એવી વાત કરી હતી કે, પીઓકે ભારતનું હતું, ભારતનું છે અને અમે તને ભારતમાં ભેળવીને જ રહીશું નવા સીમાંકન મુજબ જમ્મુ કાશ્મીર વિધાનસભાની બેઠક 107થી વધીને 114 કરવામાં આવી છે. એની સાથે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની 24 બેઠક પણ અનામત રાખવામાં આવી છે. મજાની વાત એ છે કે, પીઓકેનો લોકો પણ પાકિસ્તાનની સરકારથી ત્રાહિમામ પોકારી ગયા. છે. પીઓકેના કેટલાંક નેતાઓએ પણ એવા નિવેદનો કર્યા છે કે, ભારતની સેના આવે અને પાકિસ્તાનના ત્રાસમાંથી અમને મુક્ત કરાવે પીઓકેના લોકો આવી વાતો કરે છે અને આપણા કાશ્મીરના નેતાઓ જ જુદો સૂર આલાપી રહ્યા છે.
કાશ્મીરના મુદ્દે પાકિસ્તાને કોઈ ધમપછાડા કરવામાં બાકી રાખ્યું નથી પણ તેની કોઇ કારી કાવી નથી. કાશ્મીરમાંથી 370ની કલમ હટાવાઇ એ પછી પાકિસ્તાને એવું કહ્યું હતું કે, અમે કાશ્મીરનો ઇશ્યૂ યુનાઇટેડ નેશન્સથી માંડીને દરેક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લઇ જશું પાકિસ્તાને એવું કરી પણ જોયું, પાકિસ્તાનને તેના મળતિયા ચીન અને બીજા એક-બે દેશ સિવાય કોઇનો સાથ મળ્યો નથી પાકિસ્તાનની રાજકારણીઓ જ્યારે કાશ્મીરની વાત છેડે છે ત્યારે પાકિસ્તાનના લોકો જ કહે છે કે, પહેલા આપણું છે એ સાચવોને કાશ્મીરની વાત પછી કરજો. જેલમાં બેઠા બેઠા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન કહેતા રહ્યા છે કે, બાંગ્લાદેશ તો જુદું થઇ ગયું. હજુ પાકિસ્તાનના બે ત્રણ ટૂકડા થઇ જવાના છે. બલૂચિસ્તાનના લોકો પણ મેદાને પડ્યા છે. પાકિસ્તાનની આર્થિક હાલત નાજુક છે. ગરીબી, બેકારી અને મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આખો દેશ માંગી ભીખીને મળતી રકમથી ચાલી રહ્યો છે. દુનિયાનો કોઇ દેશ પાકિસ્તાનને પોતાની પડખે ચડવા દેતો નથી ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ એવું બોલી ચૂક્યા છે કે, હવે તો કોઇ દેશની મુલાકાતે જતાં પણ શરમ આવે છે. એ બધાને એમ થાય છે કે, હમણાં આ આર્થિક મદદ માંગશે. પાકિસ્તાન બીજાની દયા પર નભે છે ત્યારે આપણા કાશ્મીરના કારક અબ્દુલ્લા જેવા નેતાઓ પાકિસ્તાનની વાતો કરવામાંથી નવરા પડતા નથી! પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવું બધું કરવામાં એને જરાયે શરમ આવતી નથી!