શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ મોડાસા ના પ્રીમિયર સભ્યોનો સત્કાર અને મિલન સમારંભ મોડાસા હાઈસ્કૂલ ના પટાંગણ માં યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે મંડળી નાં ચેરમેન ની નાદુરસ્ત તબિયત ના કારણે કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આદરણીય વડીલ અને સીઈબી શ્રી ઇસ્માઇલભાઈ દાદુએ સાંભળ્યું હતું. કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો માં ડો. મુકુંદભાઈ વી શાહ, બિપીનભાઈ આર શાહ, નલીનીબેન શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન શ્રી ઇસ્માઈલભાઈ દાદુએ કર્યું હતું તથા તમામ મહેમાનોનું કુલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંડળીની પ્રગતિ નો અહેવાલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમણભાઈ પ્રજાપતિ આપ્યો હતો. મંડળીના મેનેજર નરેશભાઈ શાહે મંડળીની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા હતા. કાર્યક્રમમાં મંડળીના તમામ સ્ટાફને એસોસિયેશનના 50 વર્ષ નિમિત્તે એક માસનો પગાર બોનસ તરીકે આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો માં થી બિપીનભાઈ શાહ, ડો મુકુંદભાઈ શાહ, નલિનીબેન શેઠ, અફતાબભાઈ દુરાની, એડવોકેટ રાજુભાઈ તેમજ મયુરભાઈ બુટાલા એ મંડળીની કાર્યપ્રણાલી અને પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તથા મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે તમામ ને એક આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી. તેમજ સુંદર અને સ્વાદિષ્ટ ભોજન રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંચાલન ડિરેક્ટર મુકુન્દ એસ. શાહે કર્યું હતું આભાર દર્શન ડિરેક્ટર મનીષ કે ભાવસારે કર્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આહવાન કરવામાં આવ્યું હતું કે આપ આ મંડળીના સભ્ય બનો અને મંડળીની પ્રગતિ માં ભાગીદાર બનો તેવી અપેક્ષા સેવામાં આવી હતી. કાર્યક્રમમાં સૌએ ચેરમેન શ્રી જલ્દીથી સાજા થઈ જાય અને મંડળીની કમાન સંભાળી લે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં એમ ડી રમણભાઈ એ જાહેર કર્યું કે જે કોઈ વ્યકિતઓ તારીખ 31 12 24 સુધીમાં ડિપોઝિટ મુકીને અથવા મોટું ધિરાણ લઇને સભ્ય બનશે તેમને અગામી મંડળીની સભાસદ ભેટ માટે માન્ય ગણવામાં આવશે. આ કાર્યક્રમમાં 300 થી વધુ વ્યક્તિઓ એ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.