એક નવા ઇલેક્ટ્રિક સ્કૂટરે ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે. અગ્રણી ટુ-વ્હીલર કંપની TVS મોટરે સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરનું સૌથી નવું અને બેઝ વેરિઅન્ટ છે, જેમાં 2.2 kWh બેટરી સપોર્ટ કરે છે. બજેટ પ્રમાણે આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખાસ ફીચર્સ અને સારી રેન્જ સાથે આવે છે.
TVSનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 2 કલાકમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જશે. આ સિવાય નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 75 કિમી પ્રતિ કલાક છે. તેમાં 5 ઇંચની કલર TFT સ્ક્રીન છે. આ સિવાય વ્હીકલ ક્રેશ, ટો એલર્ટ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની સીટ નીચે 30 લિટર સ્ટોરેજ પણ છે.
TVSનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર
TVS iQube 2.2 kWh મોડલ બે કલર વેરિઅન્ટ સાથે આવે છે. તેમાં વોલનટ બ્રાઉન અને પર્લ વ્હાઇટ કલર ઓપ્શન મળશે. આ કંપનીનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક સ્કૂટર 75 કિલોમીટરનું અંતર કાપશે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 94,999 રૂપિયાથી શરૂ થાય છે.
નવા વેરિઅન્ટ્સ ઉપરાંત TVS એ TVS iQube STની ડિલિવરીની પણ જાહેરાત કરી છે. હવે આ મોડલ બે વેરિઅન્ટમાં આવે છે. એક છે 3.4 kWh અને બીજું છે 5.1 kWh. તેની કિંમત અનુક્રમે રૂપિયા 1.55 લાખ અને રૂપિયા 1.83 લાખ (એક્સ-શોરૂમ) છે.
બેટરી અને રેન્જ
TVS iQube ST 3.4 kWh વેરિઅન્ટની રેન્જ 100 કિમી છે. મતલબ કે એકવાર તે ફુલ ચાર્જ થયા બાદ તે 100 કિલોમીટરનું અંતર કાપશે. તેનું સૌથી પાવરફુલ મોડલ 5.1 kWh બેટરી સાથે આવે છે, જે એક વાર ચાર્જ કરવા પર 150 કિલોમીટર ચાલશે. 5.1 kWh મોડલને 4 કલાક અને 18 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
ફીચર્સ
TVS iQube STના ફિચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 7 ઇંચ કલર TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે, TPMS, કનેક્ટેડ ફીચર્સ અને 32 લિટર બૂટ સ્પેસ છે. 5.1 kWh વેરિઅન્ટની ટોપ સ્પીડ 82 કિલોમીટર પ્રતિ કલાક છે. 3.4 kWh વેરિઅન્ટ 78 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડે દોડશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર કલરમાં આવે છે. જેમાં કોપર બ્રોન્ઝ મેટ, કોરલ સેન્ડ સેટિન, ટાઇટેનિયમ ગ્રે મેટ અને સ્ટારલાઇટ બ્લુનો સમાવેશ થાય છે.