લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે અમિત શાહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. PoKમાં ચાલી રહેલા હિંસક વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, PoK ભારતનો એક ભાગ છે અને અમે તેને મેળવીને જ રહીશું. તેમણે એમ પણ કહ્યું કે, આજે ભારતીય કાશ્મીરમાં નહીં પણ PoKમાં પથ્થરમારો થઈ રહ્યો છે. શ્રીરામપુરમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ એક સમયે અશાંત કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) હવે વિરોધ અને આઝાદીના નારાઓથી ગુંજી રહ્યું છે.
कांग्रेस सरकार में जम्मू-कश्मीर में आजादी के नारे लगते थे और आज मोदी सरकार में हड़ताल और आज़ादी के नारे PoK में लग रहे हैं। pic.twitter.com/qg4XA2r2yn
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 15, 2024
મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પણ CAAના સમર્થનમાં વાત કરી હતી. ગૃહ પ્રધાને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા અને તેમની મત બેંકને ખુશ કરવા માટે ‘ઘૂસણખોરોના સમર્થનમાં રેલીઓ કાઢવા’ માટે ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે, ભાજપના દિગ્ગજ નેતાઓ સતત પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. હવે અમિત શાહે PoKનો મુદ્દો ઉઠાવીને વિપક્ષને ઘેરી લીધા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોંઘવારી મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના પર લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસ ગોળીઓ પણ ચલાવી રહી છે.