અમેરિકાએ ઈઝરાયલને હથિયારોની સપ્લાય અટકાવી દીધી છે. ત્યારે ભારત ઈઝરાયલની મદદ કરીને કારગિલનું ઋણ ઉતરાવા માંગતું હતું. પરંતુ સ્પેને ભારતીય શિપને પરમિશન આપી ન હતી અને આગળ વધવા ન દીધું. આ રીતે સ્પેન એક પ્રકારે હથિયાર સપ્લાયનો વિરોધ કરીને ભારત અને ઈઝરાયલ બન્નેને ચોંકાવી દીધુ છે.
મરિયાને ડેનિકા નામના શિપને મંજૂરી આપી ન હતી : સ્પેનિશ મીડિયા
સ્પેને હથિયાર લઈ જતા શિપને અટકાવ્યું
ચેન્નઈથી રવાના થયેલું આ શિપ હાઈફા જવા રવાના થયું હતું. જેમાં 26.8 ટન હથિયાર લોડ કરવામાં આવ્યો હતો. આ શિપને ભારતીય કંપની સિદ્ધાર્થ લોજિસ્ટિક્સે ઈઝરાયેલને કાર્ગો લોજિસ્ટિક્સ માટે મોકલવામાં આવ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે સ્પેને ઈઝરાયલ માટે હથિયાર લઈ જતા શિપને અટકાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહી આ વાત
આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ‘ભારતને જાણ થઈ છે કે સ્પેનના બંદર પર એક શિપને રોકાવાની મંજૂરી આપવામાં આવી નથી. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જો કે તેમણે આ અંગે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી.’
ઈઝરાયલે કારગીલ યુદ્ધમાં મદદ કરી હતી
નોંધનીય છે કે ઈઝરાયલ ભારત પાસેથી મોટી માત્રામાં હથિયાર ખરીદે છે. અમેરિકાના ઝટકા બાદ ઈઝરાયલે હથિયારોની માંગ વધારી દીધી છે. ઈઝરાયલની કંપનીઓ ભારતમાં હથિયાર બનાવી રહી છે. કારગિલ યુદ્ધ દરમિયાન ઈઝરાયલે ભારતને ખુલ્લેઆમ મદદ કરી હતી અને ગાઈડેડ બોમ્બ મોકલ્યા હતા. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત ઈઝરાયલની મદદ કરીને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું નથી.
સ્પેને શું કીધું ?
આ શિપની મંજૂરી ન આપ્યા બાદ સ્પેને કહ્યું છે કે ‘મધ્ય પૂર્વને શાંતિની જરૂર છે, નહીં કે વધુ હથિયારોની. આ પહેલીવાર જ્યારે હથિયારોના કન્સાઈનમેન્ટ લઈને કોઈ શિપ આ માર્ગથી ઈઝરાયલ જઈ રહ્યું છે. આ તેમની જૂની નીતિ છે કે જે શિપ ઈઝરાયલ માટે હથિયારો લઈ જઈ રહ્યા છે તેમને બંદર પર રોકવા દેવામાં આવશે નહીં.’ જણાવી દઈએ કે શિપને 21મી મેએ બંદર પર રોકવાની મંજૂરી માંગી હતી.