જિલ્લામાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમ વધતા જાય છે તેને અટકાવા માટે લોકોમાં સોશિયલ મીડીયા બાબતે જાગૃતિ ખુબ અગત્ય ની છે જેને લઈને પોલીસ ઇન્સપેક્ટર કે.એસ.પટેલ, સાયબર ક્રાઇમ સેલ નાઓના માર્ગદર્શન હેઠળ નીરમા પ્રાઇવેટ લીમીટેડ ના સહયોગથી ભાવનગર જીલ્લા સાયબર સેલ ટીમ દ્વારા નીરમા કોલોની, નારી ચોકડી, વરતેજ ખાતે નીરમા કંપનીના કર્મચારી તથા તેમના પરીવારના તમામ સભ્યો માટે “સાયબર જાગૃતિ” સેમિનાર નુ આયોજન કરવામા આવેલ .
આ સેમિનારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.રબારી વરતેજ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા કુલ-૪૦૦ થી ૪૫૦ જેટલા નીરમા કંપનીના કર્મચારી તથા તેમના પરીવારના તમામ સભ્યોને “ઇન્ટરનેટ સિક્યુરિટી” તથા “સાયબર જાગૃતિ” વિશે માહિતી આપવામાં આવેલ. આ સેમિનારમાં સાયબર એક્ષપર્ટ કેતનભાઇ દવે, ગોવિંદભાઇ ભેટારિયા, સજદેવસિંહ જાડેજા, હરવિજયસિંહ ગોહીલ, ઓમ પંડ્યા તથા સાયબર ક્રાઇમ સેલ ભાવનગર ટીમ દ્વારા આ સેમિનારમાં ભાગ લેનાર તમામ લોકોને ફેક એપ્લીકેશન ફ્રોડ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, લોટરી,ગીફ્ટ ફ્રોડ, ન્યુડ વિડીયો કોલ, સાયબર બુલીંગ વગેરે જેવા સાયબર ક્રાઈમ થી બચવાના ઉપાયો, તકેદારી, વિશેની જાણકારી આપવામાં આવી હતી તથા Mobile Privacy, WhatsApp, Facebook/Instagram Privacy વીશે Practical knowledge આપવામા આવ્યુ હતું .
વધુમાં સાયબર ટીમ દ્વારા સાવચેતી રૂપે શું કરવું તે પણ જાણકારી આપી હતી
આપની અંગત માહિતી સોશ્યલ મિડીયા ઉપર શેર કરતા પહેલા તમારા સોશ્યલ મિડીયા એકાઉન્ટ પ્રાઇવેટ છે કે નઇ ? તેની ખાત્રી કરો. અજાણી વ્યક્તિને તમારા ફોટોગ્રાફ ક્યારેય શેર ન કરવા જોઇએ. માટે તમારા સોશ્યલ મિડીયા એકાઉન્ટ લોક રાખો.
• અજાણી સ્ત્રી ના ફોટા વાળી Facebook માં ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં અથવા WhatsApp, Facebook વિડીયો કોલ રીસીવ કરવો નહીં.
• કોઈપણ મિત્ર તેના Facebook મેસેન્જર દ્વારા અથવા સોશિયલ મીડિયા દ્વારા રૂપિયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની ખરાઇ કરવી.
• ઇન્સ્ટન્ટ લોન આપતી અજાણી એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરવી નહીં અથવા આવી લોન લેવી નહી.
• ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જવાના મેસેજ કોલ થી સાવધાન રહો.
• Google માંથી નંબર સર્ચ કરવો નહીં, જે તે કંપની સંસ્થા ની ઓથેન્ટિક વેબસાઈટ શોધી નંબર મેળવવો.
• ઓનલાઇન ચીજ વસ્તુની ખરીદી ઓફિસિયલ વેબસાઈટ પરથી જ કરવી.
• ડબલ રૂપિયા કરી આપતી સ્કીમ, કેશ બેક, રિવર્ડ પોઇન્ટ અથવા વધારે પ્રોફિટ કરી આપતી વેબસાઈટ કે એપ્લિકેશન માં ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં.
• કોઈપણ બેંક/મોબાઇલ કંપની તરફથી અજાણી વ્યક્તિના કોલ આવે તો બેન્ક એકાઉન્ટ ડીટેલ્સ OTP, ની માહિતી શેર કરવી નહીં અથવા તેના તરફથી કહેવામાં આવતી એપ્લિકેશન જેમકે, Team viewer, Any desk અથવા કોઇપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહીં.