ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી છે. રંઘોળાનાં કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા આ નમ્ર અનુરોધ કરાયો છે.
દિવસે દિવસે વધી રહેલી ગરમીમાં પશુપક્ષી માટે સંવેદના ઉભી થવી જોઈએ. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ બચાવવાં માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકે તે જરૂરી છે, અગાઉ ઋષિ મુનિઓ અને રજવાડાં દ્વારા પાણીનાં પરબ, સરોવરો વગેરે નિર્માણ થતાં હતાં જે કદાચ આજે દરેક વ્યક્તિ ન કરી શકે, પરંતુ ઘર આંગણે કે તેવાં સ્થાનો ઉપર પાણીનાં કુંડાઓ તો મૂકી જ શકાય તેમ રંઘોળાનાં કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા નમ્ર અનુરોધ કરાયો છે.
ઘણી સંસ્થાઓ આ કાર્ય કરી રહેલ છે ત્યારે આપણે સૌ પણ પક્ષીઓને બચાવવાં માટે ઘર આંગણે આવા કુંડા મૂકીએ તે જરૂરી છે.