ફ્લોરનું ઠંડું તાપમાન વધુ આરામદાયક – જેમ-જેમ ગરમી વધે છે તેમ-તેમ ઘરની અંદરનું તાપમાન વધુ ગરમ થઈ શકે છે પરંતુ ફ્લોરનું તાપમાન ઠંડુ રહે છે. આવી સ્થિતિમાં જો તમે જમીન પર સૂવામાં આવે તો તમને ખૂબ સારી ઊંઘ આવશે. જ્યારે ફ્લોર ઠંડો હોય છે, ત્યારે તે તમારા શરીરની ગરમીને ઝડપથી ઘટાડે છે અને તમારા શરીરને ઠંડુ રાખે છે.
કમરના દુખાવામાં રાહત : ઘણા લોકો કહેતા હોય છે કે પીઠના દુખાવા માટે ગાદલું વધુ સારું છે. પરંતુ એવું નથી. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જમીન પર સૂવાથી પીઠના દુખાવાથી ઘણી હદ સુધી રાહત મળે છે.
ખરાબ પોસ્ચર : ઘણા લોકો એવા નરમ ગાદલા પર સૂતા હોય છે, જેના શરીરના વજનથી તેઓના ખભા અને કમરનો ભાગ અંદરની તરફ થતો જાય છે. જેના કારણે સૂતી વખતનું પોસ્ચર બગડવા લાગે છે.
ખોટા પોસ્ચરને કારણે કરોડરજ્જુ પર દબાણ ઊભું થવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે જમીન પર સૂવો છો, ત્યારે કરોડરજ્જુને સીધી કરવી સરળ બને છે અને સૂવાની મુદ્રામાં પણ સુધારો થવા લાગે છે.
અનિદ્રાની સમસ્યા : ઘણી વખત વ્યક્તિને સારામાં સારા ગાદલા પર પણ નીંદર નથી આવતી. આની પાછળ તમારુ ગાદલું એક મોટી સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમે જમીન પર સૂવાનું વિચારી શકો છો. તમે શરૂઆતમાં થોડી અગવડતા ચોક્કસ અનુભવશો પરંતુ એકવાર તમારા શરીરને તેની આદત પડી જશે પછી તમે જમીન પર સૂવાનું પસંદ કરવા લાગશો.