લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના અંત પહેલા પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારી ગયા અને વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન કર્યું હતું. આ બાદ તેઓ 1 જૂનના રોજ દિલ્હી પાછા ફર્યા હતા અને કન્યાકુમારીથી દિલ્હી પરત ફરતી વખતે પીએમ મોદીએ પ્લેનમાં એક લેખ લખ્યો હતો.
New Sankalps from the Sadhana in Kanniyakumari…penned a few thoughts which I am sharing. #NewSankalp4Bharat https://t.co/erT7FESRWN
— Narendra Modi (@narendramodi) June 3, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં ધ્યાન કર્યા પછી એક બ્લોગ લખ્યો છે, જેમાં તેમણે સ્વામી વિવેકાનંદ પાસેથી તેમને મળેલી પ્રેરણા અને લોકસભા ચૂંટણી દરમિયાન તેમને મળેલા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કન્યાકુમારીની ત્રણ દિવસની આધ્યાત્મિક મુલાકાત દરમિયાન તેમને ઘણા અનુભવો થયા. તેણે પોતાની અંદર ઊર્જાનો અપાર પ્રવાહ અનુભવ્યો છે.
પીએમ મોદીએ લખ્યું, “મારા પ્રિય ભારતીયો, લોકશાહીના સૌથી મોટા ઉત્સવનો એક માઈલસ્ટોન આજે પૂર્ણ થઈ રહ્યો છે. કન્યાકુમારીમાં આધ્યાત્મિક યાત્રા કર્યા પછી, હું દિલ્હી માટે વિમાનમાં બેસી રહ્યો છું. ઘણી સીટો પર મતદાન ચાલી રહ્યું છે. મને કન્યાકુમારીમાં ભારત માતાના ચરણોમાં બેસવાનો લહાવો મળ્યો. શરૂઆતની ક્ષણોમાં મારી નજર સમક્ષ ચૂંટણીનો હોબાળો અને ઘોંઘાટ દેખાઈ રહ્યો હતો. મા, બહેનો અને દીકરીઓનો પ્રેમ, તેમના આશીર્વાદ બધું જ મારી નજર સમક્ષ આવી રહ્યું હતું. મારી આંખો પણ ભીની થઈ રહી હતી.”
संगमों के संगम की धरती कन्याकुमारी में भारत माता के सान्निध्य में मुझे साधना का जो सौभाग्य मिला, वह मेरे जीवन की एक अमूल्य पूंजी है। यहां चिंतन-मनन से हृदय में जो भाव उत्पन्न हुए, उसे शब्दों में पिरोने का प्रयास किया है… #NewSankalp4Bharat https://t.co/tFEI6xbuDb
— Narendra Modi (@narendramodi) June 3, 2024
આગળ એમને લખ્યું કે, ‘ધીરે ધીરે હું શૂન્યતામાં જતો હતો, ધ્યાન માં પ્રવેશી રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં રાજકીય ચર્ચાઓ, હુમલાઓ અને વળતા હુમલાઓ એમજ આક્ષેપોના અવાજો અને શબ્દો આપોઆપ શૂન્યમાં અદૃશ્ય થઈ ગયા. આટલી મોટી જવાબદારીઓ વચ્ચે આવી સાધના મુશ્કેલ છે, પરંતુ કન્યાકુમારીની ભૂમિ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ તેને સરળ બનાવી દીધી હતી. કન્યાકુમારીના ઉગતા સૂર્યે મારા વિચારોને નવી ઊંચાઈઓ આપી અનેદરિયાની ઊંડાઈએ મારા વિચારોને વિસ્તૃત કર્યા હતા. કન્યાકુમારી એ સંગમની ભૂમિ છે. આપણા દેશની પવિત્ર નદીઓ જુદા જુદા સમુદ્રોને મળે છે અને અહીં તે સમુદ્રોનો સંગમ થાય છે. અને અહીં બીજો એક મહાન સંગમ દેખાય છે – ભારતનો વૈચારિક સંગમ!’
આગળ એમને લખ્યું કે, ‘આજે ભારત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. આજે ભારતનો ઉદય એ માત્ર ભારત માટે જ એનહીં પરંતુ વિશ્વભરના આપણા તમામ ભાગીદાર દેશો માટે પણ એક ઐતિહાસિક તક છે. G-20 પછી દુનિયાભરના દેશો ભારતની આ ભૂમિકાને સ્વીકારી રહ્યા છે. ભારતનું ડિજિટલ ઈન્ડિયા અભિયાન આજે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છે. ભારતના આ નવતર પ્રયોગની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. એવામાં ચાલો આગામી 25 વર્ષ રાષ્ટ્ર માટે જ સમર્પિત કરીએ. દેશની ઉર્જા જોઈને હું કહી શકું છું કે ધ્યેય બહુ દૂર નથી. ચાલો સાથે મળીને આગળ વધીએ અને ભારતનો વિકાસ કરીએ.’