T-20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. આ વખતનો વર્લ્ડ કપ ખૂબ જ ખાસ બનવાનો છે. આ વખતે વર્લ્ડ કપ ખાસ બનવા જઈ રહ્યો છે કારણ કે તે ખાસ મેદાન પર રમાઈ રહ્યો છે. આ પહેલી વખત છે જ્યારે અમેરિકા T20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ અમેરિકાના એક ખાસ અને નવા મેદાનમાં યોજાવા જઈ રહી છે.
અમેરિકા પોતાને ક્રિકેટના મેદાનમાં લાવવા માટે એક મોટી પહેલ કરી રહ્યું છે, આ માટે તેણે એક ખાસ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ પણ બનાવ્યું છે, જે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓને આકર્ષી રહ્યું છે. આ સ્ટેડિયમને અત્યાધુનિક ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે. આટલી ટેક્નોલોજી અને સુંદરતા સાથે આ પહેલા ભાગ્યે જ કોઈ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હોય.
જો કે, આ પ્રકારનું સ્ટેડિયમ ગુજરાતમાં પણ છે, જેની ક્ષમતા 1.3 લાખ છે. આ સ્ટેડિયમ 30 મિલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, તે સંપૂર્ણપણે ટેક્નોલોજી અને ડિઝાઇનથી ભરપૂર છે. આ સ્ટેડિયમની ખાસ વાત એ છે કે, તેને ફોલ્ડ પણ કરી શકાય છે. હા, આ સિવાય તેને ઝડપથી બનાવી અને હટાવી પણ કરી શકાય છે.
આ સ્ટેડિયમને વિશ્વભરના પ્રખ્યાત ડિઝાઇનરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમની પાસે રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો અને વિશ્વભરમાં પ્રખ્યાત આઇકોનિક સ્થળો બનાવવાનો રેકોર્ડ છે. આ સ્ટેડિયમના બિલ્ડર પૉપુલસે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડિઝાઈન પણ તૈયાર કરી હતી.
અમેરિકામાં બનેલા આ સ્ટેડિયમમાં 34,000 લોકો બેસી શકે છે. આ સ્ટેડિયમમાં ફૂડપ્લેક્સ, કોર્પોરેટ અને ગેસ્ટ બોક્સ, સ્વિમિંગ પૂલ અને ચાહકો માટે ફ્રી ટાઇમમાં ઘણી એક્ટીવીટી પણ હશે. પ્રીમિયમ અને સામાન્ય પ્રવેશ સીટથી લઈને વિશિષ્ટ બેઠકો સુધી, આ સ્ટેડિયમ તમામ પસંદગીઓને પૂર્ણ કરે છે. સૌથી મોટી ગણાતી ભારત-પાક મેચ પણ આ સ્ટેડિયમમાં યોજાશે.