ડિજિટલ પેમેન્ટ્સ(Digital Payment)નું ચલણ વધવાની સાથે સાઈબર ફ્રોડની ઘટના પણ વધારો થઇ રહ્યો છે, એવામાં ડિજિટલ પેમેન્ટ્સની સલામતી અને સુરક્ષાને મજબુત બનાવવા અને રેગ્યુલેટરી ફ્રેમવર્કને વધુ કાર્યક્ષમ બનવવા માટે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમમાં ઇનોવેશન, ઇન્ક્લુઝીવીટી અને એફીસીયન્સીને પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવો રજુ કર્યા છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ(Shaktikant Das) દ્વારા જાહેર કરાયેલી આ પહેલ, ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને નાણાકીય વ્યવહારો માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે RBIની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગવર્નર દાસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય ઘોષણાઓમાંની એક ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ(digital payments intelligence platform )ની સ્થાપના છે. આ પ્લેટફોર્મ અદ્યતન ટેક્નોલોજીની મદદથી પેમેન્ટ ફ્રોડના જોખમોને ઘટાડવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સલામતીને વધારવા માટે ઉપયોગી બનશે.
RBI દ્વારા 30 મેના રોજ બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલ મુજબ, બેંકો દ્વારા નોંધાયેલી ફાઈનાન્સિયલ ફ્રોડની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, એક વર્ષમાં કુલ 36,075 કેસ નોંધાયા હતા. જે નાણાકીય વર્ષ 2023-24માં નોંધાયેલા 13,564 કેસ કરતા 166 ટકાનો વધારો દર્શાવે છે.
છેતરપિંડીના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, આ ઘટનાઓ સાથે સંકળાયેલી કુલ રકમમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. RBI એ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) અને Small Finance Banks (SFBs) માટે બલ્ક ડિપોઝિટની મર્યાદામાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. બેંકિંગ ક્ષેત્ર માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.