મોદી સરકાર 3.0માં ગઇકાલે PM મોદી સહિતના દિગ્ગજોને શપથ ગ્રહણ કર્યા હતા. આ તરફ હજી ગઇકાલે જ શપથ ગ્રહણ કરનારા કેરળમાં ભાજપના પ્રથમ સાંસદ સુરેશ ગોપીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સાંસદ સુરેશ ગોપીએ કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા બાદ હવે તેઓ મંત્રી પદ છોડે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તેમણે મંત્રી પદની માંગ કરી નથી અને આશા છે કે, તેમને ટૂંક સમયમાં પદ પરથી મુક્ત કરવામાં આવશે.
તો શું આ કારણે મંત્રી પદ છોડવા માંગે છે સુરેશ ગોપી ?
સાંસદ સુરેશ ગોપીએ પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, મેં ફિલ્મો સાઈન કરી છે અને તેણે તે કરવાની છે. સુરેશ ગોપીએ કહ્યું, હું થ્રિસુર (Thrissur) સાંસદ તરીકે સેવા આપીશ. સુરેશ ગોપી થ્રિસુર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ BJP સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર VS સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા.
#WATCH | Delhi: BJP MP Suresh Gopi said, "Today's celebration is just a beginning… I was not expecting to be in the Council of Ministers… As an MP I have to work to expand the BJP in the South." pic.twitter.com/OxDsXxdaYD
— ANI (@ANI) June 9, 2024
રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સુરેશ ગોપીએ કહ્યુ મેં કંઈપણ માંગ્યું નથી
સુરેશ ગોપીએ કહ્યું, મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી, મેં કહ્યું કે, મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે, મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. થ્રિસુર (Thrissur)ના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે. મહત્વનું છે કે, જે થ્રિસુર (Thrissur) બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગઈ હતી. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 2016માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.
ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી
સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે. તેમનો જન્મ 1958માં થયો હતો. તેમણે કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું. સુરેશ ફિલ્મો સાથે પણ સંબંધિત છે. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. તેમને 1998માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સિવાય તે લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યા છે.