ભારતીય આર્મીને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી PVSM, AVSM, જે હાલમાં ડેપ્યુટી આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, 30 જૂનની બપોરથી અમલમાં આવતા આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ સી પાંડે, PVSM, AVSM, VSM 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. તેઓ 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ દ્વિવેદી 2022-2024 સુધી નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.
The Government has appointed Lt. General Upendra Dwivedi, PVSM, AVSM presently serving as Vice Chief of the Army Staff as the next Chief of the Army Staff with effect from the afternoon of 30th June. The present Chief of the Army Staff, General Manoj C Pande, PVSM, AVSM, VSM… pic.twitter.com/Pyef8Klciq
— ANI (@ANI) June 11, 2024
39 વર્ષથી વધુની તેમની કારકિર્દી દરમિયાન તેમણે સમગ્ર દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા છે. તેણે કાશ્મીર ખીણ તેમજ રાજસ્થાનમાં યુનિટની કમાન સંભાળી હતી. તેઓ ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી વાતાવરણમાં આસામ રાઈફલ્સના સેક્ટર કમાન્ડર અને ઈન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે. ઉપેન્દ્ર દ્વિવેદી મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય સેનાના સૌથી મોટા કમાન્ડના આધુનિકીકરણમાં પણ યોગદાન આપ્યું. પશ્ચિમી સરહદો પર રાઇઝિંગ સ્ટાર કોર્પ્સની કમાન પણ સંભાળી છે. ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર પડકારજનક વાતાવરણમાં ઉત્તરી સેનાની કમાન સંભાળી. આ સમયગાળા દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા ઉપરાંત, તેમણે ઉત્તર અને પશ્ચિમ સરહદો પર વ્યૂહાત્મક માર્ગદર્શન પણ આપ્યું હતું. આ દરમિયાન તેઓ સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથે વાતચીતમાં પણ સામેલ હતા.