લોકોને ત્વચા સબંધિત એવી સમસ્યા હોય છે કે તે લાંબા સમય સુધી વ્યક્તિને પરેશાન કરે છે. એવી જ બીજી સમસ્યા છે પગના પાનીમાં પડતી તિરાડો. પાનીમાં જ્યારે વાઢિયા પડે છે ત્યારે ખૂબ પીડા થાય છે અને કેટલાક કિસ્સામાં લોહી પણ આવતું હોય છે. અનેક લોકો એવા હોય છે જેમનાં પગના પાનીમાં બારેમાસ વાઢિયા પડેલા જોવા મળે છે. જે લોકોને વર્ષોથી વાઢિયાની સમસ્યા છે તેઓ નીચે જણાવેલ ત્રણમાંથી ગમે તે એક નુસ્ખો અપનાવી એક જ અઠવાડિયામાં રાહત અનુભવી શકે છે.
કેળા-મધ
સૌ પહેલા બે કેળા અને એક ચમચી મધ લો. કેળાને મસળી નાખો. તેમાં મધ ભેળવી પગની પાની પર તેને અડધો કલાક લગાવીને રાખો. પછી થોડા ગરમ પાણીથી ધોઈ નાખો. ત્યાર બાદ પાની મુલાયમ રૂમાલ સાફ કરી દો. અઠવાડિયા સુધી આમ કરવાથી જૂની સમસ્યામાં આરામ મળે છે.
વેસેલીન-લીંબૂ રસ
એક ચમચી વેસેલીન લો, તેમાં એક લીંબુનો રસ એડ કરો. ત્યાર બાદ પગને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળીને રાખો. પછી આ પેસ્ટને પાની પર લગાવો. આ પેસ્ટને આખી રાત લગાવીને રાખો. સવારે પાણીથી ધોઈ નાખો.
વિનેગર-મધ-ચોખાનો લોટ
એક ચમચી મધ,5-6 ટીપાં વિનેગર અને 2 ચમચી ચોખાનો લોટની પેસ્ટ બનાવો. ત્યાર બાદ 10 મિનિટ સુધી પગને ગરમ પાણીમાં રાખો. પછી પેસ્ટને પાની પર લાગવી દો. તેની પર 10 મિનિટ સુધી ધીમે ધીમે હાથ ફેરવો. પછી પાણીથી ધોઈ નાખો. રૂમાલથી પગ સાફ કરી ફ્રૂટ ક્રીમ લગાવો.