બસ અને ટ્રક હાલોલ તરફથી આવી રહી હતી ત્યારે ચોકડી ઉપર અચાનક ટર્નીગ લેતાં ઇકો કાર અને બલેનો ગાડીને અચાનક અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
ચારેય વાહનોનો અકસ્માત સર્જાતાં રોડ ઉપર ટ્રાફિક જામ થતાં અન્ય બે વાહનો છકડો અને કાર વચ્ચે અને ત્યારબાદ બીજી એક ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ હાઈવે રોડ ઉપર રાજપુતાના ચોકડી થી મધવાસ ચોકડી સુધી કોઈ સર્કલ નહિ હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે.
જે અકસ્માતોમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે.
અને મોટા ભાગનાં વાહન ચાલકો રોગ સાઈડે પણ આવે છે જેમાં અકસ્માતો થતાં હોય છે.
જેથી વહેલી તકે સર્કલ મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.જો કે આજે સર્જાયેલ અકસ્માતમાં વાહનોને નુકશાન થયું હતું જ્યારે અન્ય કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.