ઘરઆંગણે માગ ઊંચી રહેતા ૨૦૨૪ના પાછલા છ મહિનામાં એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહેશે. એશિયા-પેસિફિકમાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર જળવાઈ રહેશે. ભારતમાં ઘરઆંગણે ઊંચી માગ ટકી રહેશે એમ રેટિંગ એજન્સી મૂડી’સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
દેશમાં નીતિઓમાં સાતત્યતા રહેશે અને માળખાકીય વિકાસ પર ધ્યાન આપવાનું ચાલુ રખાશે તેવી અમારી ધારણાં છે. ખાનગી ક્ષેત્રના ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન પૂરા પડાશે એમ મૂડી’સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ભારત, ઈન્ડોનેશિયા તથા ફિલિપાઈન્સની કામગીરી સારી જોવા મળી છે. આ દેશોમાં ઘરઆંગણેની માગ ઉપરાંત નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે અને સરકાર દ્વારા પણ ઊંચા મૂડીખર્ચ કરવામાં આવી રહ્યા છે. સારા આર્થિક વિકાસ અને તંદૂરસ્ત કોર્પોરેટ ધિરાણ વૃદ્ધિને જોતા ભારતના બેન્કિંગ ક્ષેત્રનું આઉટલુક પોઝિટિવ જણાઈ રહ્યું છે.
અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત નહીં કરાય ત્યાંસુધી એશિયા-પેસિફિક વિસ્તારની કેન્દ્રિય બેન્કો તેમાં આગળ નહીં વધે. વ્યાજ દરમાં કપાત ૨૦૨૪ના અંતિમ ભાગમાં અથવા ૨૦૨૫ના પ્રારંભમાં જોવા મળી શકે છે.
વર્લ્ડ બેન્કે પણ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના ૬.૬૦ ટકાના આર્થિક વિકાસ દરના અંદાજને જાળવી રાખ્યો છે.