આજ રોજ થરાદ ખાતે સામાજિક સમરસતા મંચ-ગુજરાત દ્વારા પ્રાંત સાહેબશ્રી, થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં નગરમાં વસતા હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના વિવિધ સંગઠનો એકત્રિત થઈ, શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક આ વર્ષથી અભ્યાસક્રમમાં લાવવામાં આવેલ છે તેનું સમર્થન કરવામાં આવ્યું. તેમજ જે તત્વો દ્વારા આ પાઠયપુસ્તકનો વિરોધ કરવામાં આવેલ તેને તમામ હિન્દુ સમાજે એકસાથે સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે.
‘શ્રીમદ ભગવદ્ ગીતા’ પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં દાખલ કરવા બદલ શિક્ષણ વિભાગને અભિનંદન આપવામાં આવ્યા તેમજ સરકારના નિર્ણયના સમર્થનમાં સામાજીક સમરસતા મંચના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો,વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનો ભારત વિકાસ પરિષદ, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, આદેશ પરિવાર ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ, શૈક્ષિક મહાસંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત બ્રહ્મ સમાજ, અખંડ મેઘવાળ સમાજ સામાજિક સંસ્થાન, ઉત્કર્ષ મંડળ, માર્કેટયાર્ડ સમિતિ, શ્રી રામ સેવા સમિતિ, રાજપુત સમાજ વિકાસ મંડળ, સ્વર્ણકાર એસોસિયેશન, સામાજિક સમરસતા ગતિવિધિના કાર્યકર્તા હાજર રહી થરાદ પ્રાંત ઓફિસર સાહેબને આવેદનપત્ર આપી ઉપસ્થિત અગ્રણીઓએ વિરોધ કરનારાઓને સખ્ત શબ્દોમાં વખોડી અને સરકારશ્રીના આવા સમાજોપયોગી નિર્ણય ની પ્રશંસનીય કામગીરી માટે સરાહના કરી હતી.
કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અને વીડિઓ (શ્રી વાલજીભાઈ પરમાર, ટ્રસ્ટીશ્રી, અખંડ મેઘવાળ સમાજ સેવા સંસ્થાન- વાવ) આ સાથે સંલગ્ન છે.