સરકાર દ્વારા આધાર કાર્ડ દરેક કામ માટે લગભગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમે કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ કામ માટે જાઓ ત્યારે ડોક્યૂમેન્ટ તરીકે આધાર કાર્ડ જરૂરથી માંગવામાં આવે છે. આધારમાં વ્યક્તિની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી હોય છે. દરેક પાસે આધાર કાર્ડ હોય છે. પરંતુ ઇ-આધાર કાર્ડ ઓછા લોકો પાસે હોય છે. જો તમે ઈચ્છો તો આ ઈ-આધાર ઘરે બેઠા પણ ડાઉનલોડ કરી શકો છો. આજે ઈ-આધાર કાર્ડના ફાયદા વિશે જાણીશું, સાથે તેને કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ જાણીશું.
દરેક વ્યક્તિ પાસે આધારકાર્ડની હાર્ડ કોપી હોય છે. તેવી જ રીતે તેની એક ઈલેક્ટ્રોનિક કોપી પણ હોય છે. આ કોપીને આપણે આપણા મોબાઈલ કે કોમ્પ્યૂટરમાં રાખી શકીએ છીએ. ઈ-આધાર કાર્ડને UIDAI દ્વારા ઇસ્યૂ કરવામાં આવે છે. ઈ-કાર્ડમાં એક પાસવર્ડ હોવાથી તેને સુરક્ષિત માનવામાં આવે છે. જો ઈ-આધાર કાર્ડના ફાયદાની વાત કરવી હોય તો, તેના ફાટવાનો, પલળવાનો, અને ખોવાઈ જવાનો ડર રહેતો નથી. તે હંમેશા મોબાઈલ કે કોમ્પ્યૂટરમાં સુરક્ષિત રહે છે. તેને અમુક જગ્યાએ રજૂ પણ કરી શકાય છે.
આ રીતે ઇ આધાર ડાઉનલોડ કરો
- સૌ પહેલા https://uidai.gov.in/ પર જાઓ
- પછી પોતાની પસંદની ભાષા પસંદ કરો
- My Aadhaar પર ક્લિક કરો
- Get Aadhaarની અંદર ડાઉનલોડ આધારના વિકલ્પને પસંદ કરવો
- નવું પેજ ખુલે તેમાં ત્રણમાથી એક વસ્તુ ભરવું, જેમાં આધાર કાર્ડનો નંબર ભરવો
- સ્ક્રીન પર આવેલ કેપ્ચા કોડ ભરીને સેન્ડ OTP પર ક્લિક કરવુ
- રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલ OTPને ભરો
- ત્યાર બાદ તમારું ઈ આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે જેને તમે પાસવર્ડથી ખોલી શકશો