હાથરસ નાસભાગ મામલે SITએ ગત શુક્રવારે તપાસ રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં 100 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. હવે આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે. જો એ પહેલા યોગી સરકારે આ રિપોર્ટના આધારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર સહિત છ લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.
Hathras Stampede: 6 officials including SDM, CO suspended for negligence in duties
Read @ANI Story | https://t.co/aYnmxfkZQg#Hathras #UttarPradesh #Stampede #OfficialsSuspended pic.twitter.com/w2isTm7ajH
— ANI Digital (@ani_digital) July 9, 2024
SDM અને સીઓ સહિત 6 અધિકારી સસ્પેન્ડ
આ કાર્યવાહી SITના રિપોર્ટ બાદ કરવામાં આવી છે. બીજી તરફ ADG આગરા અને અલીગઢ કમિશનરની આગેવાનીમાં આ મામલે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેસની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. તેના માટે તેમણે સમિતિની રચના પણ કરી હતી.
ADG આગરા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને ડિવિઝનલ કમિશનર ચૈત્રા વી.ને આ એસઆઈટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તેમને 24 કલાકમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો હતો. જો કે મુખ્યમંત્રી યોગીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા તજવીજ હાથ ધરી હકી. આ કારણસર આ તપાસ અહેવાલ તેમને સોંપી શકાયો નહોતો.
હવે તમામની નજર આગળની કાર્યવાહી પર
બીજી તરફ, અધિકારીઓએ આ તપાસ રિપોર્ટ વિસ્તૃત રીતે તૈયાર કરવા સરકાર પાસે ત્રણ દિવસનો વધારાનો સમય માંગ્યો હતો. આ રિપોર્ટ મળ્યા બાદ સરકાર આગામી દિવસોમાં શું પગલાં ભરશે તેના પર સૌની નજર હતી. ત્યારે હવે આ કાર્યવાહી બાદ તમામની નજર આગળની કાર્યવાહી પર છે.
નાસભાગમાં 121 લોકોના મોત
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા સાકર હરિના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે 80 હજાર લોકોને વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમમાં 2.5 લાખથી વધુ લોકો સામેલ થયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે લોકોનો બહાર જવાનો સમય આવ્યો ત્યારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 121 લોકોના મોત થઈ ગયા હતા.