ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના લીધે વરસાદ અને ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળે છે જેના લીધે જયજનની વિદ્યા સંકુલના બાળકોએ પોતાની જાતે જ આખા વર્ષ દરમિયાન એક લાખ વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરશે.
જેમાં બાળકો પોતે જ સિડ્સ બોલ બનાવ્યા જાતે જ બીજ લાવ્યા તેમજ માટી અને એમાં ગોબરને ભેળવી આ બોલ બનાવ્યા હતા. બાળકોએ જાતે જ વૃક્ષારોપણની શરૂઆત પણ કરી દીધી છે . હાલ 25000 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે .
જાંબુડાના બીજ , લીમડાના બીજ, આંબાના બીજ, વડલાના બીજ, આમળાના બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ આ જ્યાં ઉજ્જડ જગ્યા છે, ડુંગરાળ વિસ્તાર છે ત્યાં તેમનું વાવેતર કરવામાં આવી રહ્યું છે .
સંસ્થા દ્વારા જે આ પ્રોજેક્ટની શરૂઆત થયો છે તેમાં શાળાના ટ્રસ્ટી, સંચાલક , આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણ જેહમત ઉઠાવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ વર્ષના અંત પહેલાજ પૂર્ણ કરી દેવામાં આવશે. આ નિર્ણયને તળાજાવાસીઓએ તેમજ વાલીઓ દ્વારા આવકાર્યો હતો.