ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવનો ફોટા લઈને લોકસભામાં આવી ગયા: મનસુખભાઈ વસાવા
પાર્ટીનો કાર્યકર્તા ભલે ના ગમતો હોય પણ એને નુક્શાન કરવાની વૃત્તિ નહિ રાખવાની: મનસુખભાઈ વસાવા
ભાજપનો કાર્યકર ભલે કોન્ટ્રાક્ટનું કામ કરે પણ ગુણવતા વાળુ કરે: મનસુખભાઈ વસાવા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજપીપળા સરદાર ટાઉન ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાનો મતદાતા અભિવાદન સમારંભ યોજાયો હતો.નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ભાજપ કાર્યકરોએ બંનેવ સાંસદોનું સન્માન કર્યું હતું.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમુક લોકો જનતા રેડ કરે છે, કોરી ઉદ્યોગો વિરુદ્ધ આંદોલનો કરે છે પણ આવું કરી લોકોને દબાવી છેલ્લે સેટિંગ કરે છે.મારે એવા લોકોને કેહવુ છે કે ડેડીયાપાડા – સાગબારામાં ઘણા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો, પેહલા પોતાનુ ઘર સંભાળો પછી બીજે જાવ.
આ સમારંભમાં મનસુખભાઈ વસાવાએ રાહુલ ગાંધીને “બાલક નાથ” ના નામથી સંબોધિત કરી જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભુમિકા હોય છે, ભાષણ કેવું હોવું જોઈએ એ તેમને ખબર નથી.આવા લોકો દેશનું કેવી રીતે ભલુ કરશે.રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો કેવો રોલ હોવો જોઈએ એને સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફ્ળ ગયા છે.ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવનો ફોટા લઈને લોકસભામાં આવી ગયા.મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના પ્રમુખોએ એક- બે સભ્યોને ખુશ રાખવા નહિ પણ પ્રજાને કેન્દ્રમાં રાખી આયોજનના કામો કરવા જોઈએ.પાર્ટીનો કાર્યકર્તા ભલે ના ગમતો હોય પણ એને નુક્શાન કરવાની વૃત્તિ નહિ રાખવાની.આપણા કેટલાંક લોકો ભાજપના કાર્યકરની સામે કોંગ્રેસના કાર્યકરને પોલીસ સ્ટેશનમાં બચાવવાનું કામ કરે છે આવુ નહીં ચાલે.
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના ભરૂચ લોકસભા બેઠક પરથી સાત મી વાર વિજેતા થયેલ મનસુખભાઇ વસાવા તથા છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી પ્રથમ વાર વિજેતા જશુભાઇ રાઠવા નો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં જીલ્લાભર ના બીજેપી કાર્યકર્તાઓ અને વિવિધ મંડળો ના પ્રમુખ સહીત મતદાતાઓ એ બન્ને સાંસદો નું પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી આગામી પાંચ વર્ષ માં જિલ્લાને હાજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહ્વાન કર્યું.સાંસદ મનસુખભાઇ અને સાંસદ જશુભાઈ એ પ્રજાને ખાતરી આપી કે આ પછાત ગણાતા આદિવાસી જિલ્લામાં જે કઈ પણ ત્રુટિ હશે તે દૂર કરી સંગઠન ની સાથે રહી વિકાસ કાર્ય ને આગળ ધપાવીશું.ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા. છોટાઉદેપુર ના સાંસદ જસુભાઈ રાઠવા નું નાંદોદ ના ધારાસભ્ય ડો.દર્સનાબહેન દેશમુખ. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી. જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ મહામંત્રી નીલ રાવ પૂર્વ મંત્રી શબ્દસરણ તડવી પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી અભિવાદન કરવામાં આવ્યુંરાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો કેવો રોલ હોવો જોઈએ એ સાબિત કરવામાં રાહુલ ગાંધી નિષ્ફ્ળ: મનસુખભાઈ વસાવા
ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવનો ફોટા લઈને લોકસભામાં આવી ગયા: મનસુખભાઈ વસાવા
પાર્ટીનો કાર્યકર્તા ભલે ના ગમતો હોય પણ એને નુક્શાન કરવાની વૃત્તિ નહિ રાખવાની: મનસુખભાઈ વસાવા
ભાજપનો કાર્યકર ભલે કોન્ટ્રાક્ટનું કામ કરે પણ ગુણવતા વાળુ કરે: મનસુખભાઈ વસાવા
રાજપીપળા સરદાર ટાઉન ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાનો મતદાતા અભિવાદન સમારંભ યોજાયો હતો.નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ભાજપ કાર્યકરોએ બંનેવ સાંસદોનું સન્માન કર્યું હતું.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમુક લોકો જનતા રેડ કરે છે, કોરી ઉદ્યોગો વિરુદ્ધ આંદોલનો કરે છે પણ આવું કરી લોકોને દબાવી છેલ્લે સેટિંગ કરે છે.મારે એવા લોકોને કેહવુ છે કે ડેડીયાપાડા – સાગબારામાં ઘણા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો, પેહલા પોતાનુ ઘર સંભાળો પછી બીજે જાવ.
આ સમારંભમાં મનસુખભાઈ વસાવાએ રાહુલ ગાંધીને “બાલક નાથ” ના નામથી સંબોધિત કરી જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભુમિકા હોય છે, ભાષણ કેવું હોવું જોઈએ એ તેમને ખબર નથી.આવા લોકો દેશનું કેવી રીતે ભલુ કરશે.રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો કેવો રોલ હોવો જોઈએ એને સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફ્ળ ગયા છે.ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવનો ફોટા લઈને લોકસભામાં આવી ગયા.મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના પ્રમુખોએ એક- બે સભ્યોને ખુશ રાખવા નહિ પણ પ્રજાને કેન્દ્રમાં રાખી આયોજનના કામો કરવા જોઈએ.પાર્ટીનો કાર્યકર્તા ભલે ના ગમતો હોય પણ એને નુક્શાન કરવાની વૃત્તિ નહિ રાખવાની.આપણા કેટલાંક લોકો ભાજપના કાર્યકરની સામે કોંગ્રેસના કાર્યકરને પોલીસ સ્ટેશનમાં બચાવવાનું કામ કરે છે આવુ નહીં ચાલે.
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના ભરૂચ લોકસભા બેઠક પરથી સાત મી વાર વિજેતા થયેલ મનસુખભાઇ વસાવા તથા છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી પ્રથમ વાર વિજેતા જશુભાઇ રાઠવા નો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં જીલ્લાભર ના બીજેપી કાર્યકર્તાઓ અને વિવિધ મંડળો ના પ્રમુખ સહીત મતદાતાઓ એ બન્ને સાંસદો નું પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી આગામી પાંચ વર્ષ માં જિલ્લાને હાજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહ્વાન કર્યું.સાંસદ મનસુખભાઇ અને સાંસદ જશુભાઈ એ પ્રજાને ખાતરી આપી કે આ પછાત ગણાતા આદિવાસી જિલ્લામાં જે કઈ પણ ત્રુટિ હશે તે દૂર કરી સંગઠન ની સાથે રહી વિકાસ કાર્ય ને આગળ ધપાવીશું.ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા. છોટાઉદેપુર ના સાંસદ જસુભાઈ રાઠવા નું નાંદોદ ના ધારાસભ્ય ડો.દર્સનાબહેન દેશમુખ. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી. જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ મહામંત્રી નીલ રાવ પૂર્વ મંત્રી શબ્દસરણ તડવી પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી અભિવાદન કરવામાં આવ્યું.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા