દેશમાં બજેટ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને દેશ ચલાવવા માટે સરકારને પૈસાની જરૂર પડતી હોય છે. એવામાં બજેટ પહેલા મોદી સરકારની તિજોરી ભરાઈ રહી છે અને સરકારને એક પછી એક જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ચેક મળી રહ્યા છે.
Smt @nsitharaman receives a dividend cheque of Rs 935.44 crore for FY 2023-24 from Shri Rajneesh Karnatak, Managing Director & CEO – @BankofIndia_IN. pic.twitter.com/Z0bA87UUKk
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) July 10, 2024
જણાવી દઈએ એક જ દિવસમાં સરકારને પાંચ બેંકોમાંથી ઘણા મોટા ચેક મળ્યા છે. આવી સ્થિતિમાં સરકાર માટે આગામી દિવસોમાં બજેટ રજૂ કરવું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવું ઘણું સરળ બની જશે. ચાલો જાણીએ કે કઈ પાંચ બેંકોએ સરકારી તિજોરીમાં કેટલા પૈસા જમા કરાવ્યા છે.
Smt @nsitharaman receives a dividend cheque of Rs 2514.22 crore for FY 2023-24 from Shri Debadatta Chand, Managing Director & CEO – @bankofbaroda. pic.twitter.com/uID4iJ8Ejy
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) July 10, 2024
બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, એસબીઆઈ અને બેંક ઓફ મહારાષ્ટ્રે સરકારને ચેક આપ્યા છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે તેનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
સૌથી પહેલા કેનેરા બેંકમાંથી પહેલો ચેક બેંકે ડિવિડન્ડ તરીકે સરકારને 1838.15 કરોડ રૂપિયા આપ્યા છે. પછી ઇન્ડિયન બેંકે સરકારને 1193.45 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો હતો. એ બાદ બેંક ઓફ બરોડા દ્વારા સરકારને 2514.22 કરોડ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો હતો. બેંક ઓફ ઈન્ડિયાએ સરકારને 935 કરોડ રૂપિયાનો ચેક અને ઈન્ડિયા એક્ઝિમ બેંકે 252 કરોડ રૂપિયાનો ચેક સરકારને આપ્યો હતો.
Smt @nsitharaman receives a dividend cheque of Rs 1838.15 crore for FY 2023-24 from Shri K. Satyanarayana Raju, Managing Director & CEO – @canarabank. pic.twitter.com/LLRdrgEww0
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) July 10, 2024
આ બધા પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 21 જૂને નાણામંત્રીને 6959 કરોડ રૂપિયાના ડિવિડન્ડનો ચેક સોંપ્યો હતો. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રે સરકારને ડિવિડન્ડ તરીકે 857 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. પહેલા આરબીઆઈએ 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ડિવિડન્ડ આપ્યું હતું.
હવે પ્રશ્ન એ થાય કે શા માટે બેંકો મોટી રકમના ચેક સરકારને આપી રહી છે? તો જ્યારે સરકારી બેંક ડિવિડન્ડનું વિતરણ કરે છે, ત્યારે સરકારનો તેમાં હિસ્સો હોવાથી, તે ડિવિડન્ડની રકમ પણ તેમની તિજોરીમાં મોકલે છે અને આ નાણાં સરકાર વિકાસના કામોમાં ખર્ચે છે.