જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સંયુક્ત કાર્યવાહીમાં ભારતીય સેનાની સાથે સ્થાનિક પોલીસના જવાનો પણ જોડાયા હતા. કુપવાડાના કેરન સેક્ટરમાં બોર્ડર પાસે બે આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સેનાએ બંને આતંકીઓને ઠાર કર્યા અને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સેના અને આતંકવાદીઓ વચ્ચે બે જગ્યાએ ગોળીબાર થયો હતો. ડોડા બાદ કુપવાડામાં એલઓસી પાસે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
Security forces foil infiltration attempt at LoC in J-K's Kupwara, two terrorists neutralized
Read @ANI Story | https://t.co/3FnVgunYPF#LoC #JK #Kupwara #Terrorist pic.twitter.com/FSuBJSj2RU
— ANI Digital (@ani_digital) July 18, 2024
ગુરુવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ માહિતી આપી હતી કે ઉત્તર કાશ્મીર જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક એન્કાઉન્ટર શરૂ થયું હતું. કુપવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ એલઓસી નજીકના વિસ્તારમાં 3-4 આતંકીઓનું જૂથ જોવા મળ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં LOC નજીક ઘૂસણખોરીનો આ બીજો પ્રયાસ છે જેને નિષ્ફળ કરવામાં આવ્યો છે. આર્મી ઓપરેશન ચાલુ છે.
બીજી તરફ, માહિતી સામે આવી છે કે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબની વિસ્તારમાં પણ ફાયરિંગ થયું છે. ભારતીય સેનાના જવાનોએ સુંદરબની વિસ્તારમાં અંકુશ રેખા નજીક શંકાસ્પદ ગતિવિધિ જોયા બાદ ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.