આદિવાસીઓના તીર્થસ્થાન માનગઢમાં આજે યોજાયેલા આદિવાસી મહા સંમેલનમાં 4 રાજ્યોના 49 જિલ્લાનું વિલીનીકરણ કરી અલગ ભીલ પ્રદેશ બનાવવાની મંગ કરી છે. બાંસવાડા ના ભારત આદિવાસી પાર્ટીના સંસદ રાજકુમાર રાઉતે કહ્યું કે અલગ ભીલ રાજ્યની માંગ નવી નથી. આ માંગ ને જોરદાર તે ઉઠાવીશુ.અને મહારેલી બાદ એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પ્રસ્તાવ સાથે મળશે. દેશના 4 રાજ્યોના 49 જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલપ્રદેશ બનાવવાની માગણીએ જોર પકડયું છે. આ માંગને લઈને ગુરુવારે સંતરામપુર ના માનગઢ ગામમાં આયોજિત મહારેલીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારો આદિવાસી સમાજના લોકોમાનગઢ ધામ પહોંચ્યા હતા. જેને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી વિસ્તારમાં ઈન્ટરનેટ મ.પ્રદેશ-રાજસ્થાન સહિત ચાર રાજ્યના આદિવાસીઓ માનગઢ પહોંચ્યા: સુરક્ષા એજન્સીઓ એલર્ટ, વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ દેવાયા છે અને બંધ કરી દેવામાં આવી છે. માનગઢ ધામ, જ્યાં આ રેલી યોજાઈ રહી છે, તે આદિવાસીઓ માટે એક તીર્થસ્થાન સમાન છે અને ચારેય રાજ્યોના આદિવાસીઓ સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે.
માનગઢ પહાડીઓનો એક ભાગ ગુજરાતમાં અને એક ભાગ રાજસ્થાનમાં સમાવિષ્ટ છે.સવારથી જ લોકો ભાઈક, જીપ અને અન્ય વાહનોમાં માનગઢ ઘામ પહોંચવા લાગ્યા હતા.
મેનકા ડામોરે કહ્યું- અમે હિન્દુ નથી
આદિવાસી પરિવાર સંસ્થાના સ્થાપક સભ્ય મેનકા ડામોરે મંચ પરથી કહ્યું – અમે હિંદુ નથી. આદિવાસી પરિવારનું સંગઠન ચારેય રાજ્યોમાં ફેલાવેલું છે. આદિવાસી મહિલાઓએ પંડિતાની સલાહ ન માનવી જોઈએ. આદિવાસી પરિવારોમાં તેઓ સિંદૂર લગાવતા નથી કેમંગળસૂત્ર પહેરતા નથી.
‘કોઈ માતાનો પુત્ર અમને રોકી શકશે નહીં
આદિવાસી પરિવારના સ્થાપક ભંવરલાલ પરમારે જણાવ્યું હતું કે આ જ માનગઢમાં આપણા પૂર્વજોએ 100-250 વર્ષ પહેલાં આંદોલન શરૂ કર્યું હતું. જ્યારે 1500 લોકો માર્યા ગયા હતા. તેનો શું વાંક હતો? હવે અમે ફરી આંદોલન શરૂ કર્યું છે. કોઈ માતાનો દીકરો આપણને રોકી શકશે નહીં. ભીલ પ્રદેશની માંગ ચોક્કસ સમયસર પૂરી થશે. તેની એક પ્રક્રિયા છે. આ આંદોલન આદિવાસી સમાજને જોડવાનું છે. ભીલ પ્રદેશ એ આપણા પૂર્વજોની અધૂરી ઈચ્છા છે. આદિવાસીઓ સાથેનું દુર્વ્યવહાર બંધ થવો જોઈએ.