Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપના દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે – ઉદિત અગ્રવાલ, મુખ્ય કારોબારી અધિકારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી

SoUADTGA અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘SAPTI’ના સંયુકત ઉપક્રમે થનારુ આયોજન.
માં નર્મદાના ખોળે અને સરદાર સાહેબની પ્રતિમાની સાક્ષીએ એકતા નગર ખાતે SoUADTGA અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘SAPTI’ના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નું ઉદ્ઘાટન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં આગામી ૨૦ દિવસ સુધી યુવા અને ઉભરતા શિલ્પકારો માટે એક અમુલ્ય તક ઉભી થશે.

ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કાર્યરત સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘SAPTI’ દ્વારા આજની પેઢીના ઉભરતા કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડી પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે ત્યારે એકતા નગર ખાતે ચાલનાર ૨૦ દિવસીય શિલ્પોત્સવમાં “સાપ્તી” શિર્ષક હેઠળ યુવા શિલ્પકારો પોતાની કલાકૃતિઓનું સર્જન કરશે.

આ પ્રસંગે ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે, ૭મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમનું ખુબ ટુંકા સમયમાં ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે અને તેના માટે એકતા નગરની પવિત્ર ભુમી પસંદ કરવામાં આવી છે તે આપણા સૌ માટે ગર્વની બાબત છે.અતિમહત્વની બાબત એ છે કે, શિલ્પકળાનું સૌથી યોગ્યતમ જગ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ હોઇ શકે કારણ કે, અહિંયા દુનિયાની સૌથી ઉંચીં પ્રતિમા સ્થાપિત છે અને આ પ્રતિમાં શિલ્પકારીની દ્રષ્ટીએ સમગ્ર વિશ્વમાં ઉદાહરણીય છે.

વધુમાં અગ્રવાલે જણાવ્યુ હતુ કે, શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે સાપ્તિએ હંમેશા ઉત્સાહ બતાવ્યો છે,અને એકતા નગરની પસંદગી કરવા બદલ સાપ્તિને અભિનંદન પાઠવ્યા હતા, અને શિલ્પકારોનો ઉત્સાહ વધારતા જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, અને જરૂરથી આપ સૌની પાસેથી અમે પ્રેરણા લઇશુ.
આ પ્રસંગે સાપ્તિના ડાયરેકટર ડી.કે.પટેલ અધિક કલેકટર નારાયણ માધુ,નાયબ કલેકટર સર્વ ડૉ. પંકજ વલવાઇ, દર્શક વિઠલાણી,શ્રી અભિષેક સિન્હા સહીત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપ્તિના અધિકારીશ્રીઓ અને શિલ્પકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

Filed under Narmada Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.