ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે તેની બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના બીજા તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સાથે દુશ્મન દેશોની મિસાઈલોને સરહદમાં પ્રવેશતા પહેલા જ હવામાં નષ્ટ કરવામાં સફળતા મળશે. પોતાના પ્રકારના એક વિશેષ પરીક્ષણમાં પહેલા મિસાઈલ છોડવામાં આવી અને પછી ‘એડી ઈન્ટરસેપ્ટર મિસાઈલ’એ તેને આકાશમાં જ નષ્ટ કરી. આ સંરક્ષણ પ્રણાલીએ 5 હજાર કિલોમીટરની રેન્જની બેલેસ્ટિક મિસાઈલો સામે રક્ષણ કરવાની ભારતની સ્વદેશી ક્ષમતાનું પ્રદર્શન કર્યું.
અધિકારીઓએ જણાવ્યું કે, બીજા તબક્કાની AD ઇન્ટરસેપ્ટર મિસાઇલને બાલાસોરના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR)ના લોન્ચ પેડ-3થી લોન્ચ કરવામાં આવી હતી. પરીક્ષણે લોંગ-રેન્જ સેન્સર્સ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સ સહિત તમામ ફ્લાઇટ પરીક્ષણ ઉદ્દેશ્યો પૂરા કર્યા. વિવિધ સ્થળોએ તૈનાત જહાજ પર રેન્જ ટ્રેકિંગ ઉપકરણો દ્વારા મિસાઈલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, સફળ ઉડાન પરીક્ષણે દેશની બેલેસ્ટિક મિસાઈલ સંરક્ષણ ક્ષમતાને ફરીથી દર્શાવી છે.
Today, 24th July 2024, the @DRDO_India successfully flight-tested Phase-II Ballistic Missile Defence System.
Raksha Mantri Shri @rajnathsingh has congratulated DRDO for today’s successful flight test of Phase-II Ballistic Missile Defence System and stated that the test has… pic.twitter.com/Szinqp5gIG
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 24, 2024
લક્ષ્ય ચાર મિનિટમાં નાશ પામ્યું
- પ્રથમ ટાર્ગેટ મિસાઈલ સાંજે 4:20 વાગ્યે લોન્ચ કરવામાં આવી હતી જેને પ્રાયોગિક ધોરણે દુશ્મન દેશની બેલેસ્ટિક મિસાઈલ બતાવવામાં આવી હતી.
- જમીન અને સમુદ્ર પર તૈનાત રડાર સિસ્ટમ દ્વારા આ મિસાઈલના લોન્ચિંગની જાણકારી મળી
- આ પછી AD ઈન્ટરસેપ્ટર સિસ્ટમ એક્ટિવ થઈ
- AD ઈન્ટરસેપ્ટર મિસાઈલે 4:24 કલાકે આકાશમાં છોડેલી પહેલી મિસાઈલને નષ્ટ કરી દીધી
Phase II Ballistic Missile Defence System successfully flight tested today, meeting all the trial objectives validating complete network centric warfare weapon system consisting of LR sensors, low latency communication system & Advance Interceptor missiles pic.twitter.com/NarnAtzose
— DRDO (@DRDO_India) July 24, 2024
હવામાં જ નાશ પામશે દુશ્મન દેશોની મિસાઈલો
આ મિસાઈલ દુશ્મન દેશોની મિસાઈલને આવતા જોઈને પોતાની જાતે જ ફાયર કરશે. તેઓ જમીનથી એક હજારથી ત્રણ હજાર કિલોમીટરના અંતરે તેમની સાથે અથડાશે અને તેમનો નાશ કરશે. આ બેલેસ્ટિક મિસાઇલોને નષ્ટ કરવાના હેતુથી બનાવવામાં આવી છે.
10 હજાર લોકોનું કરાયું હતું સ્થળાંતર
બાલાસોર પ્રશાસને મિસાઇલ લોન્ચ કરતા પહેલા લોન્ચ પેડના 3.5 કિમીના દાયરામાં રહેતા 10,581 લોકોને અસ્થાયી રૂપે બહાર કાઢ્યા હતા. જિલ્લા પ્રશાસને પહેલાથી જ દૂર કરવામાં આવેલા લોકોને કહ્યું હતું કે, તેઓએ બુધવારે સવારે 4 વાગ્યે ઘર છોડીને અસ્થાયી કેમ્પમાં જવું પડશે.