રાજ્ય સરકાર દ્વારા 18 ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં બદલીઓ એ સામાન્ય બાબત છે, પરંતુ આ વખતની બદલીઓ ખાસ છે કેમ કે બદલીઓ પાછળ છેલ્લા કેટલાય સમયથી મંથન ચાલી રહ્યું હતું
બદલીઓ 3 મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો
1. રાજ્ય સરકારના વહીવટીતંત્રને મજબૂત બનાવવું
2. કોઠાસૂઝ વાળા અધિકારીઓને મહ્ત્વના ખાતા આપવા
3. અધિકારી વર્ગમાં સેકેન્ડ કેડર તૈયાર કરવી
અત્યાર સુધી સીએમ કાર્યાલય માં 2 ઉચ્ચ અધિકારી હતા હવે 3 ઉચ્ચ અધિકારીઓ કાર્યરત રહેશે
મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાશ નાથન લાંબો સમય રહ્યા છે. તેમની વહીવટી અને રાજકીય કોઠાસૂઝનો સરકારને ફાયદો રહ્યો છે અને એજ કારણ હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારથી અત્યાર સુધીમાં તેમને 11 વાર એક્સટેન્શન આપવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ તેમની રાજ્ય સરકારમાંથી વિદાય થઈ છે અને આગામી સપ્તાહના તેઓ પોંડીચેરીના રાજ્યપાલ તરીકે શપથ લઈ રહ્યા છે, ત્યારે cm કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકા સિંગ સાથે એમ કે દાસની પણ રી એન્ટ્રી મહત્વપૂર્ણ ખાતાઓ સાથે થઈ ચૂકી છે.
મહત્વનું છે એમ કે દાસ વિજય રૂપાણીની સરકારમાં સીએમઓ કાર્યાલયમાં ફરજ બજાવી ચુક્યા છે એક સમયે સરકાર ના ટ્રબલ શૂટર ની ભૂમિકામાં હતા જો કે ભૂપેન્દ્ર પટેલ સરકાર માં પ્રથમ વાર સીએમ કાર્યાલય માં ચાર્જ સાંભળશે
3 અધિકારીઓની ગુજરાતમાં વાપસી
ગુજરાત સરકારમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્રમાં શિથીલતા આવી ગયાની ચર્ચા ચાલી રહી હતી. સાથે જ નિર્ણય લેવામાં પણ વિલંબ જોવા મળી રહ્યો હતો. જેને દૂર કરવામાં કેન્દ્ર સરકારમાંથી 2 ઉચ્ચ અધિકારી રાજીવ ટોપનો તથા ટી નટરાજનને ગુજરાત પરત લવાયા છે. મહત્વપૂર્ણ છે કે બંને અધિકારીઓ ગુજરાતમાં તથા દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચુક્યા છે. એટલે વહીવટી તંત્રમાં મજબૂત પકડ છે. જેનો સીધો ફાયદો વર્તમાન સરકારમાં જોવા મળશે. સાથે જ જ્યંતી રવિ રૂપાણી સરકારમાં આરોગ્ય સચિવ હતા, હલમો તેઓ પોન્ડીચેરી ઓરોવીલ ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે કાર્યરત હતા જેમની પણ ગુજરાત કેડરમાં વાપસી કરાઈ.
આખરે વિનોદ રાવની શિક્ષણમાંથી એક્ઝિટ
છેલ્લા 8 વર્ષથી વિનોદ રાવ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે કાર્યરત હતા. સરકારના વહીવટી તંત્રમાં સામાન્ય નિયમ 3 વર્ષે બદલીઓ છે, ત્યારે આ એક જ અધિકારી હતા. જેમને લાંબો સમય સુધી એક જ જગ્યા પરથી હટાવવામાં નહોતા આવ્યા. તો બીજી તરફ હરણી દુર્ઘટનામાં હાઇકોર્ટ દ્વારા વિનોદ રાવ સામે પગલાં લેવાના નિર્દેશ અપાયા હતા. હાઇકોર્ટમાં હુકમ બાદ થોડા સમય માટે એમના સસ્પેનશનની ચર્ચાઓ પૂરજોશ પકડ્યું હતું. અંતે એમની સાઈડ પોસ્ટિંગ આપવામાં આવી.
મુખ્યમંત્રીએ આગામી 3 વર્ષ માટે રોડમેપ કર્યો તૈયાર
આ વહીવટી બદલાવનું મહત્વનું એક કારણ એ પણ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સરકારના મુખ્ય વિભાગોમાં સક્રિયતા આવે. સાથે જ ઝડપી નિર્ણય થાય.
તેમજ અધિકારીઓની આગામી 10 વર્ષ ની ટીમ તૈયાર કરી શકાય. આ બદલીઓ બાદ મોટા ભાગે આ અધિકારીઓ આગામી 3 થી 5 વર્ષ માટે સોપાયેલા પોર્ટફોલિયો જોશે. જેમના નિર્ણય ની સીધી અસર રાજ્યના વિકાસ અને પ્રજાલક્ષી કામોમાં દેખાશે