અયોધ્યામાં વર્ષોના સંઘર્ષમાં બાદ રામ મંદિર બનવા જઈ રહ્યું છે. આ રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં રામ મંદિર માટે બની રહેલી સુંદર મૂર્તિઓની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર વિવિધ આકારમાં સુંદર મૂર્તિઓ બની રહી છે. જે યોગ્ય સમય પર રામ મંદિરમાં સ્થાપિત થશે. રામ મંદિરના કેટલાક નવા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
અયોધ્યાના રામ મંદિરના નિર્માણની સાથે સાથે અયોધ્યાની પણ કાયાપલટ થઈ રહી છે. અયોધ્યામાં વિકાસ કર્યોની ગતિ પણ વધી રહી છે. વર્ષ 2024 બાદ અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા જોવા મળશે. રામ મંદિરના નિર્માણ કાર્યના વીડિયો અને ફોટો જોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાલમાં જસ્ટિસ સુધીર અગ્રવાલે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે શ્રી રામલલાના દરબારમાં શીશ નમાવીને પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે રામ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી હતી. જણાવી દઈએ કે અયોધ્યાની જમીન વિવાદમાં વર્ષ 2010માં હાઈકોર્ટના ત્રણ સદસ્યોની પીઠ દ્વારા એક નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલે આ પીઠમાં સામેલ હતા.
થોડા સમય પહેલા રામ મંદિરના ગર્ભગૃહની તસવીરો સામે આવી હતી. હાલમાં અયોધ્યામાં નિર્માણ આધીન રામ મંદિરના ગર્ભગૃહની દીવાલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ દીવાલ જોઈ કહી શકાય કે રામ મંદિર અદ્દભુત, અલૌકિક અને ભવ્ય રુપ લઈ રહ્યું છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્થાયી ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
મળતી માહિતી અનુસાર રામલલ્લાની નવી અને જૂની બંને મૂર્તિની રામ મંદિરમાં પ્રાણી પ્રતિષ્ઠા કરવામાં આવી શકે છે.
22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.