કપડવંજ તાલુકાના આતરસુંબા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ.કે.આર.ચૌધરીને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે કપડવંજ તાલુકાના વાઘાવત ગામની સીમમાં રહેતા અરજન અતાજી સોલંકી પોતાના રહેણાંક મકાનમાં બેસી જુગાર રમાડી રહ્યા છે.જે હકીકતના આધારે આતરસુંબા પો.સ.ઈ.ચૌધરી સહિત પોલીસ કર્મીઓ જશવંતભાઈ,જયેન્દ્રસિંહ, જયેશકુમાર, અનિરૂદ્ધસિંહ, અજયસિંહ, દિનેશકુમારનાઓએ રેઈડ કરતાં અરજન અતાજી સોલંકી,ગોપાલ જવાનસિંહ સોલંકી,પોપટ બાદરજી સોલંકી,મહેશ માધાજી સોલંકી, મહેશ રામાજી સોલંકી તમામ રહે. વાઘાવત,તા.કપડવંજ, પોપટ પ્રભાતભાઈ સોલંકી સંજય નટવરસિંહ સોલંકી બન્ને રહે.કોસમ, શૈલેષ કોદરભાઈ ડાભી,પોપટ પ્રભાતભાઈ સોલંકી, સંજય રમણલાલ ડાભી,પંકજ પ્રતાપભાઈ ડાભી,ગોપાલ અનુભાઈ ડાભી, જયપાલ કોદરસિંહ ડાભી તમામ રહે.છીપડી,તા.કઠલાલ પાસેથી દાવ ઉપરના રૂ.૯,૨૩૦,અંગ જડતીમાંથી મળી આવેલા રૂ.૬,૧૩૦, મોબાઈલ ફોન નંગ-૬ કિ.રૂ.૨૫,૦૦૦ તથા ત્રણ મોટર સાયકલ કિ.રૂ.૯૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૩૦,૮૬૦ના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.કુલ-૧૩ ઈસમો સામે આતરસુંબા પોલીસ મથકે ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.