મહાભારત સમય થી સ્થાપિત નિષ્કલંક મહાદેવ ખાતે હજારો શ્રદ્ધાળુઓ એક સાથે પદયાત્રા (કાવડ યાત્રા) કરી શિવલિંગ પર ગંગા જળાભિષેક કરી ને મહાપુણ્ય પ્રાપ્ત કરશે, ભારત વર્ષ ના અન્ય હિન્દુ શ્રદ્ધાળુઓ ની જેમ ગુજરાતી શ્રદ્ધાળુઓને પણ ભગવાન શિવજી ને પ્રસન્ન કરવા માટે પ્રાચીન પરંપરા અનુસાર કાવડ યાત્રા કરી શકે તે માટે નિષ્કલંક કાવડ યાત્રા શરૂ કરવામા આવી છે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એક કાવડ યાત્રા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી આ લાભ ગુજરાતની પ્રજાને પ્રાપ્ત થાય તેવી ભાવના અને દેવા ધી દેવ મહાદેવ ને પ્રસન્ન કરવા આ યાત્રા નું આયોજન કરવામા આવે છે.
સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળમા પ્રભુ પરશુરામજી, ભગવાન શ્રીરામ, શ્રવણકુમારજી અને મહાન શિવભકત રાવણ દ્વારા પણ આ કાવડ યાત્રા કરવામા આવી હતી.
વિષ્ણુ ભગવાન દ્વારા જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવેલ ત્યારે ભગવાન શિવ દ્વારા વિષપાન કરેલ હતું અને આ વિષપાન થી જે પીડા અને કંઠમા અગ્નિ ઉત્પન્ન થયેલ તે કાવડ યાત્રાના જળથી શાંત થઈ હતી તેવી માન્યતા છે આથી ગુજરાતના સનાતની હિન્દુ શ્રદ્ધાળુઓ આ યાત્રા નો લાભ લઈ પોતાનુ જીવન ધન્ય કરી શકે તે પણ એક ઉદ્દેશ છે.
કાવડ યાત્રા રવિવારે સાંજે ૪ કલાકે પ્રાચીન જશોનાથ મહાદેવ થી ય પ્રસ્થાન કરી ગંગાજળિયા તળાવ, રૂપમ ચૌક, હાઇકોર્ટ રોડ, હળુરિયા ચૌક, ગાંધી સ્મૃતિ, મેઘાણી સર્કલ, ચંદ્રેશ્વર મહાદેવ, ઘોઘા સર્કલ, મોખડાજી સર્કલ, શિવાજી સર્કલ, મત્રેશ સર્કલ, અકવાડા, અવાણિયા, પીપળીયા પુલ, વ્રજ વિહાર હોટલ ભૂંભલી (વિસામો), નવા રતનપર, દેવ પ્રયાગ ગાર્ડન, કોળિયાક, નિષ્કલંક રામજી મંદિર (વિસામો) પછી ભગવાન નિષ્કલંક મહાદેવ દર્શન અને જળાભિષેક કરી નિષ્કલંક રામજી મંદિર પરત આવી પ્રસાદી લઈ યાત્રા પૂર્ણ થશે તમામ કાવડ યાત્રિકો માટે કાવડ, જળ કળશ, અને ભગવા રંગ ના વસ્ત્રોની વ્યવસ્થા કરવામા આવે છે..
કાવડ યાત્રાના માર્ગ પર કાવડ યાત્રીઓ માટે જલપાન, વિસામો, અને ભજન કિર્તન ની વ્યવસ્થા કરવામા આવે છે
માર્ગ પર કાવડ યાત્રીઓ માટે જલપાન, વિસામો, અને ભજન કિર્તન ની વ્યવસ્થા કરવામા આવી છે.માર્ગ પર આવતા તમામ વિસ્તારમાં કાવડ યાત્રા નું જુદા જુદા સંસ્થાઓ સામાજિક સંગઠનો દ્વારા સ્વાગત કરવામા આવે છે અને હોર્ડીંગ, બોર્ડ, બેનર, સોશિયલ મીડિયા પેઇજ, પ્રચાર-પ્રસાર ની વ્યવસ્થા કરવામા આવી છે.
યાત્રાના પ્રસ્થાન અને પૂર્ણાહુતી ના સમયે કરવામા આવતી પૂજા ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ થી વિશેષ પધારેલ ભુદેવ પાસેથી કરાવવામા આવે છે. યાત્રામાં સંતો-મહંતો, રાજનૈતિક, સામાજિક આગેવાનો, જુદા જુદા હિન્દુ સંગઠનો અને મંદિરના ભકતગણ જોડાશે , શિવ દર્શન રથ અને જળ સંગ્રહ રથ ની સાથે જુદા જુદા વેશભૂષા સાથે ઉમદા કલાકારો અને ભક્તજન જોડાઈ છે, રૂટ માં આવતા તમામ શ્રદ્ધાળુઓ કે જેઓ યાત્રામાં પ્રત્યક્ષ રીતે જોડાઇ શકે તેમ ન હોય તેઓ જળાભિષેક કરી પરોક્ષ રીતે જળ સંગ્રહ રથ થી પુણ્ય પ્રાપ્ત કરી શકેશ.
કાવડ યાત્રા પુર્ણ થયે થી પદયાત્રા કરનાર શ્રદ્ધાળુઓ ને પરત યાત્રા પ્રસ્થાનના સ્થળે પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે .
બાઈટ : કમલેશ ચંદાણી , અધ્યક્ષ કાવડ યાત્રા સમિતિ