આરબીઆઇએ સતત નવમી વખત રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઇએ પોતાની જુદી-જુદી મુદ્દત માટે માર્જિનલ કોસ્ટ ઑફ લેન્ડિંગ રેટ્સ(એમસીએલઆર)માં 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દરો 15 ઑગસ્ટથી લાગુ થઈ ચૂક્યા છે. એસબીઆઇ દ્વારા એમસીએલઆરમાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે.
એસબીઆઇના સુધારા બાદ 3 વર્ષની મુદ્દત માટે નવો એમસીએલઆર રેટ 9 ટકાથી વધી 9.10 ટકા થયો છે. જ્યારે ઓવરનાઇટ એમસીએલઆર 8.10 ટકાથી વધારી 8.20 કર્યો છે.
નવા દરો
ત્રણ વર્ષની મુદ્દત માટે એસબીઆઇનો નવો એમસીએલઆર રેટ હવે 9 ટકાથી વધારી 9.10 થયો છે. જ્યારે ઓવરનાઇટ એમસીએલઆર 8.10 ટકાથી વધારી 8.20 ટકા કર્યો છે.
સતત ત્રીજા મહિને વધારો
એસબીઆઇએ જૂન, 2024થી થોડા દિવસ માટે એમસીએલઆરમાં 30 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એમસીએલઆર મીનિમમ વ્યાજદર છે. જેનાથી નીચે કોઈ પણ બૅન્ક લોન આપી શકે નહીં. જો કે, અમુક કિસ્સામાં છૂટ આપવામાં આવી છે. એમસીએલઆર રેટમાં વધારો થવાથી ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન મોંઘી બને છે.