Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 25°C

કપડવંજની બેંકમાં નિવૃત શિક્ષકની થેલીને બ્લેડ મારી 1 લાખની તફડંચી

કપડવંજની બેંકમાં નિવૃત શિક્ષકની થેલીને બ્લેડ મારી 1 લાખની તફડંચી

કપડવંજ આઝાદ ચોકમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકમાં પૈસા ઉપાડવા ગયેલા 80 વર્ષીય વૃદ્ધની થેલીને બ્લેડ મારી રૂ 1 લાખ સેરવી લીધા હતા. આ બનાવની જાણ વૃધ્ધને થતાં બેંકના સીસીટીવી કેમેરા ખંગાળતા બે અજાણી મહિલાની કરતૂત બહાર આવી હતી. આ અંગે કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે.

કપડવંજના સુણદામાં રહેતા નટવરલાલ વૈષ્ણવ ઉ.80 પરિવાર સાથે રહી નિવૃત જીવન ગાળે છે. વૃદ્ધ વર્ષ-2003 માં શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતાં. તા.14 ઓગસ્ટની બપોરે કપડવંજના આઝાદ ચોકમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં પૈસા ઉપાડવા ગયા હતાં. ત્યાં વૃધ્ધે ચેક ભરી રૂ 2 લાખ ઉપાડી થેલીમાં મૂકી બેંકના બાંકડા પર બેઠા હતાં. જે બાદ પાસબુક્માં એન્ટ્રી કરવા માટે બેંકના કર્મીને પાસબુક આપી પરત બાંકડા પર બેઠા હતાં. આ દરમિયાન વૃદ્ધ પાસે રહેલી થેલી જોતાં કપાયેલી હતી. જેથી થેલીમાં તપાસ કરતા ઉપાડેલા પૈસા પૈકી રૂ 1 લાખ થેલીમાં હતાં નહીં. આથી વૃધ્ધે તાત્કાલિક નજીકમાં ઉભેલા વ્યક્તિ અને બેંકના કર્મચારીઓ આ બાબતની જાણ કરી હતી.જે બાદ બેંકમાં સીસીટીવી ફૂટેજ જોતા વૃદ્ધ જ્યારે પાસબુકની એન્ટ્રી કરવા ઉભા હતાં. તે સમયે તેની પાછળ ઉભેલી બે અજાણી મહિલા થેલી બ્લેડથી કાપી તેમાંથી પૈસા લઈ લીધા હોવાનું દેખાયુ હતું. આ અંગે નટવરલાલ વૈષ્ણવે કપડવંજ ટાઉન પોલીસ મથકે અજાણી બે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

 

 

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.