Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

ભિલોડા તાલુકામાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો

ભિલોડા તાલુકામાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે રાજ્ય ના અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે ભિલોડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં મેઘરાજા ફરીથી મૂડ માં આવતાં બપોર ના સમયે એકાએક ધોધમાર વરસાદ પડવાથી રસ્તાઓ પર ઘૂંટણ સમાન પાણી વહેતાં થયા.

ભિલોડા તાલુકા માં કેટલાક દિવસો થી વરસાદે વિરામ લેતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, પરંતુ આજે મેઘરાજા ની પધરામણી થતાં જગત ના તાત એવા ખેડૂતો માં આનંદ નો માહોલ છવાઈ ગયો છે.અને વરસાદી માહોલ બરાબર જામતાં વાતાવરણ માં એકદમ ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ હાશ ની લાગણી અનુભવી.

 

રિપોર્ટર – હિતેન્દ્રસિંહ રાઠોડ (ભિલોડા)

 

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.