Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ શહેરમાં ધોળે દિવસે વૃદ્ધા પર ફાયરિંગ : નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ

નડિયાદ શહેરમાં ધોળે દિવસે વૃદ્ધા પર ફાયરિંગ : નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ

નડિયાદ શહેરમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે, આ અંગે નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં ધોળે દિવસે એકલા રહેતા વૃદ્ધા પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. વૃદ્ધા પોતાના ઘરે કપડાં લેવા ગેલેરીમાં પહોંચ્યા અને હાથમાં કાંડા પર ઝટકો લાગ્યો હતો. પ્રથમ તો વૃદ્ધાને કંઈ ખબર ન પડી બાદમાં ઓપરેશન કરાવતા બે હાથના કાંડાના ઘા પરથી ગોળી કાઢી છે. સમગ્ર મામલે વૃદ્ધા દ્વારા નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.