ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. G7 એટલે કે, વિશ્વના સાત વિકસીત દેશોનું આ સંગઠન હિરોશિમા શહેરમાં 19 મેથી 21 મે દરમિયાન સમિટનું આયોજન કરી રહ્યું છે. આ શહેર કે જ્યાં 1945માં એટમ બોમ્બ હુમલો થયો હતો, ત્યારબાદ આ શહેર એકદમ ઉજળ જમીનમાં ફેરવાઈ ગયું હતું. આ હુમલો કે જેમાં 100000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ વખતે જયારે G7નું આયોજન આ શહેરમાં થયું છે ત્યારે તે તેના માટે સૌથી પડકારજનક સમય છે. ચીન અને રશિયાએ વિશ્વ વ્યવસ્થા પર વર્ચસ્વ જમાવવા હાથ મિલાવ્યા છે. રશિયાનું યુક્રેન સાથે યુદ્ધ એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ભારત આ સંગઠનનું સભ્ય નથી પરંતુ અન્ય સાત આમંત્રિત દેશોની સાથે ભારતને પણ તેમાં બોલાવવામાં આવ્યું છે.
1990માં વિશ્વના જીડીપીમાં G7 દેશોનો હિસ્સો 50 ટકા હતો, જે હવે ઘટીને 30 ટકા થઈ ગયો છે. આ જ દેશોની અર્થવ્યવસ્થા તો પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ છે, સાથે જ દુનિયા પર પણ તેમનો પ્રભાવ ઓછો થઇ રહ્યો છે. વૈશ્વિક સમીકરણો બદલાઈ રહ્યા છે. જ્યારે આ વર્ષે જાપાનમાં આ સમિટ યોજાઈ રહી છે ત્યારે યુક્રેન યુદ્ધ સૌથી મોટો મુદ્દો છે અને તેની સાથે એજન્ડામાં એ પણ સામેલ છે કે ચીન અને રશિયાના વધતા પ્રભાવને કેવી રીતે રોકવો.
G7 સમિટમાં આઠ આમંત્રિત દેશોને બોલવવામાં આવ્યા
આ સમિટમાં જે આઠ દેશોને આમંત્રિત દરજ્જો આપીને બોલાવવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના રશિયા અને ચીનના મિત્ર દેશો છે. એવું માનવામાં આવે છે કે, આ આઠ આમંત્રિત દેશોમાંથી મોટાભાગના આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયા અને ચીનની વિરુદ્ધ જવાના નથી, પરંતુ તે પછી તેમને બોલાવવામાં આવ્યા છે જેથી તેમને કેવી રીતે સાથે લઈ શકાય. આ ઉદેશથી પણ તેઓ રશિયા અને ચીન પર દબાણ કરી શકે છે.’
ભારત સભ્ય દેશ ન હોવા છતાં ભાગ લે છે શા માટે?
ભારત છેલ્લા કેટલાક સમયથી તેમાં ભાગ લઈ રહ્યું છે. તેનું કારણ વૈશ્વિક સ્તરે એક મુખ્ય અર્થતંત્ર તરીકે તેનો ઉદભવ અને નવા વિશ્વ વ્યવસ્થામાં અસરકારક અવાજ છે.
હવે શા માટે G7 સમિટમાં આમંત્રિત દેશોને બોલાવવામાં આવે છે?
જે દેશો સભ્ય નથી તેઓને છેલ્લા કેટલાક વર્ષોથી આમંત્રિત દેશો તરીકે બોલાવવામાં આવે છે. તેનું એક મોટું કારણ એ છે કે G7 દેશોને લાગવા માંડ્યું છે કે વિશ્વના બદલાતા સમીકરણમાં કેટલાક વધુ પ્રભાવશાળી દેશોને સાથે રાખવા ખૂબ જરૂરી છે. આ જ કારણ છે કે આ દેશોને આમંત્રિત તરીકે આમંત્રિત કરવામાં આવે છે.
આ વખતે ક્યાં દેશોનો આમંત્રિત દેશોમાં સમાવેશ?
ઓસ્ટ્રેલિયા, ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, આફ્રિકા અને કુક આઇલેન્ડનો સમાવેશ થાય છે.આ તમામ દેશો પોતપોતાની રીતે ખૂબ મહત્વતા ધરાવે છે. મુખ્યત્વે તેમની અર્થવ્યવસ્થાનો વ્યાપ વધી રહી છે.
G7 દેશોમાં ક્યાં દેશોનો સમાવેશ થાય છે?
G7 ના 7 સભ્ય દેશો સમૃદ્ધ અને ઔદ્યોગિક દેશો છે, જે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. એવું કહી શકાય કે, વિશ્વની 10 ટકા વસ્તી ધરાવતા આ સાત દેશો વિશ્વની 90 ટકા વસ્તીને અસર કરે છે. જેમાં જાપાન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઈટાલી અને કેનેડાનો સમાવેશ થાય છે.
G7 ગ્રુપનું સંગઠન કેવી રીતે થયું?
આ ગ્રુપની શરૂઆત 25 માર્ચ 1973ના રોજ કરવામાં આવી હતી. પહેલા તે 6 સભ્ય દેશોનું જૂથ હતું. બીજા વર્ષે કેનેડા તેમાં જોડાયું. વર્ષ 1998માં રશિયા પણ આ જૂથનો હિસ્સો બન્યું હતું ત્યારપછી તે G-7માંથી G-8 તરીકે ઓળખાતું હતું. દરેક સભ્ય દેશ પાસે જૂથનું અધ્યક્ષતા પદ ફરતું હોય છે અને આ જૂથ વાર્ષિક સમિટનું આયોજન કરે છે.
G7 દેશનું કાર્ય?
દર વર્ષે G7ની બેઠક યોજાય છે, જેની અધ્યક્ષતા સભ્ય દેશો વારાફરતી કરે છે. કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલે છે, જે દરમિયાન વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને વ્યૂહરચના નક્કી કરવામાં આવે છે. અર્થવ્યવસ્થા, દેશોની સુરક્ષા, રોગો અને પર્યાવરણના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષે હાહાકાર મચાવનાર કોરોના મહામારી વચ્ચે ઝડપી વેક્સીનેશન અને સંક્રમણના અંત વિશે ચર્ચા કરવામાં આવશે.