Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

કોઇ નહીં બચી શકે… હાઇવે ટૉલ પ્લાઝા પર આવી નવી GIS ટેકનોલૉજી, દરેક ગાડીઓને થશું મૉનિટરિંગ, જાણો

કોઇ નહીં બચી શકે… હાઇવે ટૉલ પ્લાઝા પર આવી નવી GIS ટેકનોલૉજી, દરેક ગાડીઓને થશું મૉનિટરિંગ, જાણો

નેશનલ હાઈવે પર ટ્રાફિકના નિયમનને સરળ બનાવવા માટે જીઆઈએસ-આધારિત સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા લગભગ 100 ટૉલ પ્લાઝા પર નજર રાખવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ અંગેની માહિતી આપતી સત્તાવાર રીલીઝ બહાર પાડી છે.

આ ટૉલ પ્લાઝાની પસંદગી NHAI હેલ્પલાઇન દ્વારા લોકો તરફથી મળેલા પ્રતિસાદના આધારે કરવામાં આવી છે. આ ટેક્નોલોજી સાથે લાઇવ મૉનિટરિંગ સિસ્ટમ રિયલ ટાઇમમાં ભીડભાડ માટે ચેતવણીઓ આપશે અને જો ટૉલ પ્લાઝા પર વાહનોની કતારો નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો, લેન એડજસ્ટમેન્ટની ભલામણ કરશે. આ સાથે વધુ ટૉલ પ્લાઝાને આવરી લેવા માટે ધીમે ધીમે મૉનિટરિંગ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.

કઇ રીતે કામ કરશે આ સૉફ્ટવેર ? 

આ સૉફ્ટવેર દરેક ટૉલ પ્લાઝાનું નામ, સ્થાન, કતારની લંબાઈની સ્થિતિ, રાહ જોવાનો સમય અને વાહનની ઝડપ સહિત ઘણી મહત્વપૂર્ણ માહિતી આપશે. આ સાથે, તે ભીડભાડની ચેતવણી પણ જાહેર કરશે, અને જો વધુ ભીડ હોય તો લેન બદલવાનું પણ સૂચન કરશે. GIS સૉફ્ટવેરની રજૂઆત સાથે NHAI ટ્રાફિક ભીડભાડની સ્થિતિ અંગે નિયમિત અહેવાલો મેળવી શકશે.

એટલું જ નહીં આ સૉફ્ટવેર વર્તમાન હવામાનની સ્થિતિ અને સ્થાનિક તહેવારોની માહિતી પણ આપશે. આ સાથે NHAI અધિકારીઓ ટ્રાફિકનું સંચાલન કરવા અને ટૉલ પ્લાઝા પર ટ્રાફિક ઘટાડવા માટે વધુ સારી યોજનાઓ શોધી શકશે.

ટૉલ પ્લાઝા માટે મોટી ટેકનિકલ પહેલ 

આ સિસ્ટમ ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. આ સાથે કલાકદીઠ, દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે ટ્રાફિકની ભીડ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. તેની અત્યાર સુધીની સૌથી મોટી ટેકનિકલી પહેલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશના 100 ટૉલ પ્લાઝા પર GIS-આધારિત સૉફ્ટવેરનો અમલ કર્યો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.