એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે સ્થિર આઉટલૂક સાથે લાંબા ગાળા માટે BBB- અને ટૂંકા ગાળા માટે A-3 પર ભારતનું સાર્વભૌમ રેટિંગ જાળવી રાખ્યું છે. એજન્સીએ કહ્યું છે કે મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સને કારણે આગામી ૨ થી ૩ વર્ષ સુધી આર્થિક વૃદ્ધિને વેગ મળશે.
લાંબા ગાળાના રેટિંગ સાથેનો સ્થિર અંદાજ સૂચવે છે કે દેશની મજબૂત અર્થવ્યવસ્થા અને આવકમાં તંદુરસ્ત વૃદ્ધિ તિજોરીને મજબૂતી પૂરી પાડશે. યુએસ રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ટૂંકા ગાળાના વિદેશી અને સ્થાનિક ચલણ પર A-3 રેટિંગની પણ પુષ્ટિ કરી.
લાંબા ગાળાના ધિરાણ માટેનો અંદાજ સ્થિર છે. એસએન્ડપીને અપેક્ષા છે કે FY૨૪માં ભારતની વાસ્તવિક વૃદ્ધિ ૬ ટકાની નજીક રહેશે કારણ કે રોકાણ અને ગ્રાહક સેન્ટિમેન્ટ આગામી થોડા વર્ષોમાં વૃદ્ધિને ટેકો આપશે. એજન્સીએ ખરૂ૨૫ અને ખરૂ૨૬માં ૬.૯ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
BBB- એ નિમ્ન રોકાણ ગ્રેડ રેટિંગ છે. ભારતની અર્થવ્યવસ્થા પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી રહી છે. અમારું અનુમાન છે કે મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ આગામી બે-ત્રણ વર્ષ માટે વૃદ્ધિને વેગ આપશે તેમ એસએન્ડપીએ કહ્યું હતું. રાજકોષીય સ્તરે વસ્તુઓને સાફ કરવાના પ્રયાસો છતાં સરકાર રાજકોષીય ખાધ ઊંચી અને દેવું ઊંચું રાખે તેવી શક્યતા છે.
યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સે વિશ્વની આર્થિક સ્થિતિ અને અન્ય પાસાઓ પર તેના મધ્ય-વર્ષની આગાહીમાં ૨૦૨૪ કેલેન્ડર વર્ષમાં ભારતની વૃદ્ધિ ૬.૭ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. નોંધનીય છે કે અન્ય રેટિંગ એજન્સી ફિચે પણ મજબૂત આર્થિક વૃદ્ધિ અને બાહ્ય ફાઇનાન્સની દ્રષ્ટિએ સારી સ્થિતિને ટાંકીને ભારત માટે સ્થિર આઉટલૂક સાથે BBB- રેટિંગની પુષ્ટિ કરી છે.