ભારતમાં ૮૧ કરોડ લોકોને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (TPDS) આવરી લેવામાં આવ્યા છે. જેમાં લાભાર્થી પોતાની બાયોમેટ્રીક ખરાઈ બાદ પોઈન્ટ-ઓફ-સેલ ડિવાઈસ ધરાવતી ૫ લાખ વાજબી ભાવની વહતદરે અનાજ મેળવી શકે છે.
છેવાડાના લાભાર્થીઓને કાર્યક્ષમ અને અસરકારક અનાજનું વિતરણ સુનિશ્ચિત કરી શકાય તે માટે World Food Programme (WFP)એ ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી, ભારત સરકારએ કલ્પના કરી, ડિઝાઈન કરી ગ્રેઈન એ.ટી.એમ.” વિકસાવેલ છે, જે “અન્નપૂર્તિ ના નામે ઓળખાય છે.
લાભાર્થી આ જુદા-જુદા અનાજવાળા એ.ટી.એમ.માંથી પોતાની બાયોમેટ્રીક ઓળખ પ્રસ્થાપિત કરી તેઓને મળવાપાત્ર અનાજ પૂરતું અને ઝડપથી મેળવઈ શકે છે.આ મશીન માત્ર ૪૦ સેકન્ડમાં ૨૫ કિ.ગ્રા. સુધી બે જાતના અનાજને ૧૦૦% ચોકસાઈ સાથે પૂરું પાડે છે. આ એટીએમ થી વજનમાં થતી ચોરી ઘટાડીને અનાજના વિતરણમાં ચોકસાઈમાં વધારો થશે FPS ની બહાર લાભાર્થીઓની લાઈનમાં થતો ઘટાડો તેમજ લાભાર્થીઓને ૨૪x૭ સગવડ મળી રહેશે .
આ પ્રકારનું દેશનું બીજી એટીએમ છે જે ચોવીસ કલાક કાર્યરત રહેશે .