Skip to content
ગુરુવાર, નવેમ્બર 26, 2026 Ahmedabad 21°C

પાટણના ગુરજરવાડા વિસ્તારમાં આજે પણ રમાય છે પ્રાચીન અલભ્ય દોરી ગરબા

પાટણના  ગુરજરવાડા વિસ્તારમાં આજે પણ રમાય છે  પ્રાચીન અલભ્ય દોરી ગરબા

આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચિન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે. નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટણના ગુજરવાડાનો આ પ્રાચિન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે આજે ગુર્જરવાડાનાં ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે. દોરી ગરબો એ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે. આ પ્રાચીન ગરબો નવા ખેલૈયાઓ માટે રમવો ઘણો કઠિન છે.

અગાઉના સમયમાં ઢોલક-તબલાં-મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતાં લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો દોરી ગરબો વર્તમાન સમયે ડીજે આવવાથી લુપ્ત થઈ રહ્યો છે. ગુર્જરવાડા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકનાં તાલે નવરાત્રીની ઉજવણી કરે છે, પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક-તબલાં-મંજીરાનાં તાલે મંડળી દ્વારા લોકગીતો અને ગરબા ગાઈને પ્રાચીન દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.

દોરી ગરબો એટલે સામાજિક એકતાની ગૂંથણીઆ પ્રાચિન દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ તે રમાતો હોય ત્યારે તેની ગુંથણી પર નિર્ભર છે. હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ધૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગુંથણી તૈયાર થાય છે. દોરી ગરબો રમવો એ એક આવડતભરી કળા છે. આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગુંથાઈને એક સુંદર ગૂંથણી તૈયાર થાય છે, જે ગુંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે. અગાઉ આ ગરબો ગુજરાતના ઘણા પ્રાંતમાં રમાતો હતો, તે ગોફ ગૂંથણ ગરબો કે અઠંગા રાસ તરીકે પણ ઓળખાય છે

ભાતિગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો એ આપણાં સાંસ્કૃતિક વારસા સમાન છે.

 

 

રિપોર્ટર-ભરત પંચાલ (પાટણ)

Filed under Patan Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.