પાટણ નગરપાલિકામાં ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજના સામાન્ય પરિવારની ઓબીસી મહિલા ચંદ્રિકાબેન રાવળની નગરપાલિકા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને લઈને ભાજપ કાર્યકરો તેમજ રાવળ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
નગરપાલિકાની નવી બોડીમાં ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન તરીકે નીલમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ડૉ. મનોજભાઈ ઠાકોર તેમજ દંડક તરીકે મનીષાબેન પ્રજાપતિની પણ વરણી કરવામાં આવી હતી.
નવી જવાબદારી મળ્યા બાદ ચંદ્રિકાબેન રાવળે જણાવ્યું હતું કે, પક્ષે તેમના પર વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપી છે તેને પૂર્ણ નિષ્ઠા અને પારદર્શિતાથી નિભાવવામાં આવશે. પાટણ નગરપાલિકાના તમામ ૧૧ વોર્ડમાં વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપી શહેરના સર્વાંગી વિકાસ માટે ટીમ સાથે કાર્ય કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં મૂળભૂત સુવિધાઓ, સફાઈ, રસ્તા, પાણી અને જનસુવિધાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel