Skip to content
ગુરુવાર, નવેમ્બર 26, 2026 Ahmedabad 21°C

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય તથા દેશે સાધે અભૂતપૂર્વ વિકાસની ઝાંખી દર્શાવતી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ -૨૦૨૪ માં કલાવૃંદ દેવાશ્રીડાન્સ એકેડમી દ્વારા શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું. ધ્વનિ કલાવૃંદ દ્વારા શાસ્ત્રીય સંગીત તેમજ ગુજરાતી ગઝલો પીરસવામાં આવી હતી. આમ, પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક કાર્યકમમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, અધિકારી કર્મચારી ઉપરાંત સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર-ભરત પંચાલ (પાટણ)

 

Filed under Patan Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.