ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્યતિલકના દર્શન કરીને ધન્ય બન્યા લોકો કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાઅહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતું.
જોકે આ કોઈ ચમત્કાર નહીં પરંતુ સાયન્ટિફિક યોગ છે. કૈલાશ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની યાદમાં શિષ્યએ જૈન આરાધના કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં આજના દિવસે બપોરે 2.07 કલાકે ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલક થાય છે. છેલ્લાં 33 વર્ષથી અદભૂત સુર્યતિલક કોબાના જૈન મંદિરમાં 22 મેના દિવસે જોવા મળે છે. પહેલીવાર 1987ના વર્ષે આ ઘટના બની હતી. તેના બાદ દર વર્ષે 22 મેના રોજ બપોરે 2.07 મિનીટે મહાવીર સ્વામીના ભાલ પર સૂર્યતિલક દેખાય છે. 3 થી 4 મિનીટ સુધી ભક્તોને આ નજારો માણવા મળે છે, જે જોઈને તેઓ ધન્યતા અનુભવે છે. અહીં ઘણીવાર એવા ચમત્કાર પણ સર્જાયા છે, વાદળો ઘેરાયા હોય, તો પણ આ સમયે સૂર્ય દેખાઈને સૂર્યતિલક સર્જાય છે.
દર વર્ષે માત્ર આ સાત મિનિટ સુધી ભક્તોને આ નજારાને માણવા મળતો હોય છે, તેથી અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. જ્યારે દેશભરનાં જૈન તીર્થોમાં એકમાત્ર કોબાના જિનાલયમાં પ્રતિ વર્ષ આ અલૌકિક દ્રશ્ય રચાય છે. ત્યારે રાજસ્થાનથી પણ અનેક ભાવિક ભક્તો આ નજરો માણવા આવ્યા હતા.
દર વર્ષે ભગવાનના ભાલે થતાં સૂર્યકિરણની આ અલૌકિક ખગોળીય ઘટના દેશભરના લોકો નિહાળે છે. ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે.આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં આ તિલક થાય છે. ચોક્કસ દિવસે ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્યતિલક થાય એવી આ ઘટના એક માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે.