મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિશન શક્તિ યોજના ની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી.
જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખી નિવાસ, ક્રેચ ફેસિલિટી, ડિસ્ટ્રિક્ હબ ફોરએમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાઓની કામગીરીની સમીક્ષા તેમજ આગામી નાણાકીય વર્ષના એક્શન પ્લાનની ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા તેમજ DRDA ડાયરેક્ટર, મહિલા અને બાળ વિભાગના અધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.