ભારતના શ્રીનગરમાં હાલમાં G-20 ઈવેન્ટ ચાલી રહી છે. સાઉથ સુપરસ્ટાર રામ ચરણનું નામ આજે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ફિલ્મ આરઆરઆરથી તેને ઈન્ટરનેશનલ સ્તર સુધી ઓળખાણ મળી છે. તેની ફિલ્મ આરઆરઆરના સોન્ગ નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે. આખી દુનિયામાં તેના સોન્ગ નાટુ નાટુનો ક્રેઝ જોવા મળે છે. હાલમાં G-20 ઈવેન્ટમાં પણ નાટુ નાટુ ડાન્સ જોવા મળ્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આજે સોમવારે રામ ચરણ જી-20 વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠકમાં જોવા મળ્યો હતો. આ સમ્મેલનમાં તે ફિલ્મ પર્યટન સમિતિનો ભાગ હતો. ત્યા તેણે પોતાના વિચારો શેયર કર્યા હતા.
#WATCH | J&K: Actor Ram Charan dances to the tunes of ‘Naatu Naatu’ song from RRR movie, in Srinagar. pic.twitter.com/9oZ8c9sYBY
— ANI (@ANI) May 22, 2023
સમિટમાં રામ ચરણ દક્ષિણ કોરિયાના રાજદૂત સાથે તેમના લોકપ્રિય અને ઓસ્કાર વિજેતા ગીત નટુ-નાટુ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે કોરિયાના રાજદૂતને નાટુ-નાટુના હૂક સ્ટેપ શીખવતો જોવા મળી રહ્યો છે. રામ ચરણના આ વીડિયોની હવે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
મંચ પર વાત કરતાં તેમણે કહ્યું કે કાશ્મીર એક એવી જગ્યા છે જ્યાં તેઓ 1986થી આવી રહ્યા છે. તેના પિતાએ કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં ઘણું શૂટિંગ કર્યું છે. તેણે કહ્યું કે તેણે વર્ષ 2016માં ત્યાંના ઓડિટોરિયમમાં શૂટિંગ કર્યું હતું. રામ ચરણે વધુમાં કહ્યું કે તે જગ્યાએ ચોક્કસપણે કોઈ જાદુ છે. કાશ્મીરમાં કંઈક એવું છે જે આવ્યા પછી બધાનું ધ્યાન ખેંચે છે.
આ દરમિયાન તેણે કશ્મીર સાથે ખાસ લગાવ છે તે અંગે તેણે વાત જણાવી હતી.