પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા અને માગને ધ્યાને રાખીને ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા સ્પેશ્યિલ ભાડુ લઈને સાપ્તાહિકક સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (12 ફેરા)
ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ ટ્રેન 26 મે થી 30 જૂન, 2023 સુધી દર શુક્રવારે ગાંધીધામથી સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે બપોરના 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે.
ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 27 મે થી 01 જુલાઇ, 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યે પ્રસ્થાન કરી રવિવારે સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાનીવાજા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલૌર, મોકલસર, સમઢડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, છોટા ખાટૂ, ડીડવાના, લાડનૂ, સુજાનગઢ, રતનગઢ, ચૂરુ, સાદુલપુર, હિસાર, લુધિયાણા, જાલંધર અને બ્યાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે.
ટ્રેન નંબર 09461નું બુકિંગ 23 મે, 2023થી યાત્રી રિઝર્વેશન કેન્દ્રો અને આઇઆરસીટીસની વેબસાઇટ પર શરૂ થશે.
યાત્રીઓ ટ્રેનોના પરિચાલનના સમય, રોકાણ અને સંચરના સંબંધિત વિગતવાર જાણકારી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઇને નિરીક્ષણ કરી શકે છે.